ઉમેદવારોની યાદી તૈયાર:આપની જેમ હવે કોંગ્રેસ પણ 58 બેઠકો પર વહેલા ઉમેદવાર જાહેર કરી શકે છે

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સતત ગુમાવેલી 58 બેઠકો માટે ઉમેદવારોની યાદી તૈયાર
  • કેટલાક વિસ્તારોના સ્થાનિક નેતાઓ બળવો કરે તેવો ભય

ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીલક્ષી તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે આમ આદમી પાર્ટીએ 10 વિધાનસભાની ચૂટણી પરના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આવા સંજોગોમાં કોંગ્રેસે પણ જે બેઠકો પર સતત હાર થઈ રહી છે તેવી 58 જેટલી બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. આ માટે ઉમેદવારોના નામ પણ નકકી થઇ ગયા હોવાનું કોંગ્રેસના સુત્રોનું કહેવું છે.

ઉમેદવારોને તૈયારી માટે પૂરો સમય મળશે
​​​​​​​કોંગ્રેસ સતત જે બેઠક પર હારી રહી છે તેવી બેઠક પર વહેલા ઉમેદવાર જાહેર કરશે. આ માટેનું કારણ એવું રજૂ કરવામાં આવે છે કે, ઉમેદવારને તૈયારી કરવાની પૂરી તક મળે. સામાન્ય રીતે કોંગ્રેસ ચૂંટણી જાહેર થાય પછી ઉમેદવારો જાહેર કરે છે, પણ આ વખતે સતત હાર મળે છે તેવી બેઠક પર વહેલા ઉમેદવાર જાહેર કરીને કોંગ્રેસ ઉમેદવારોને તૈયારી કરવાની પૂરી તક આપવા માગે છે.

બળવો થવાનો પણ ડર છે
વહેલા ઉમેદવાર જાહેર કર્યા પછી કોંગ્રેસને બળવો થવાનો પણ ડર છે. આવા સંજોગોમાં કોંગ્રેસ વહેલા ઉમેદવાર જાહેર કરતા પહેલા સ્થાનિક સ્તરે સંપૂર્ણ સહમતી સધાય તેવા પ્રયાસ કરશે તેમ સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...