• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Like In The Movie 'Three Idiots', The Team At Adalaj Collective Health Center Successfully Delivered A Pregnant Woman With A Vacuum Machine, Six Rounds Of Umbilical Cord Wrapped Around The Newborn's Neck.

ફિલ્મની જેમ સફળ ડિલિવરી:'થ્રી ઈડિયટ્સ' ફિલ્મની માફક અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમે વેક્યૂમ મશીનથી સગર્ભાની સફળ ડિલિવરી કરી, નવજાતનાં ગળામાં છ રાઉન્ડ નાળ વીંટળાઈ ગઈ હતી

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભાને પૂરા મહિનાની ઉપર એક અઠવાડિયું જેટલો સમય વીતી ગયો હતો

ગાંધીનગરના અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેડિકલ ટીમ ધ્વારા થ્રી ઈડિયટ્સ ફિલ્મની માફક વેક્યૂમ પદ્ધતિથી સગર્ભા મહિલાની ડીલીવરી કરીને નવજાત બાળકના ગળામાં છ રાઉંડ વીંટાયેલી નાળથી છુટકારો અપાવી બાળકને નવ જીવન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પૂરા મહિનાની ઉપર અઠવાડિયું વીતી જવાથી પેટમાં જ બાળકના ગળામાં નાળ ગોળ ગોળ વીંટળાઈ ગઈ હતી.

થ્રી ઈડિયટ્સ ફિલ્મની માફક વેક્યૂમ મશીનથી સગર્ભાની ડીલીવરી કરાઈ
​​​​​​બોલીવુડ ફિલ્મ થ્રી ઈડિયટ્સમાં આમિર ખાન વેક્યૂમ પધ્ધતિથી ડીલીવરી કરતો જોવા મળ્યો હતો એજ રીતે ગાંધીનગરના અડાલજનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેડિકલ ટીમે એક શ્રમજીવી સગર્ભા મહિલા ની વેક્યૂમથી ડીલીવરી કરીને નવજાત બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. ગાંધીનગરના દોલારાણા વાસણા ગામની શ્રમજીવી સગર્ભા મહિલા સોનલબેન ઠાકોર પોતાના પિયર શેરથા રહે છે.

સગર્ભાને પૂરા મહિનાની ઉપર એક અઠવાડિયું જેટલો સમય વીતી ગયો
આજે અચાનક દુખાવો ઉપાડતા પરિવારજનો સોનલબેનને લઈને અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈને ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર શૈલેષ પટેલ અને ડો મેહુલ પટેલ દ્વારા તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે માલુમ પડયું હતું કે સોનલબેનને લેબર પેઈન થઈ રહ્યું છે. જ્યારે તેણીને પૂરા મહિનાની ઉપર એક અઠવાડિયું જેટલો સમય વીતી ગયો છે. આથી બંને ડોક્ટરોએ મેડિકલ હિસ્ટ્રી તપાસતા ખ્યાલ આવ્યો હતો કે શ્રમજીવી પરિવારે બાળકની સ્થિતિ જાણવા માટે એકવાર પણ સોનોગ્રાફી કરાવી ન હતી.

નવજાતના ગળામાં છ રાઉંડ નાળ વીંટળાઈ ગઈ હતી
આથી તાત્કાલિક સોનલબેનની સોનોગ્રાફી કરતા માલુમ પડયું હતું કે ગર્ભમાં બાળકના ગળામાં નાળ વીંટળાઈ ચૂકી છે. અને સ્થિતિ ગંભીર છે. જેનાં પગલે ડોક્ટરોએ તાત્કાલિક ડીલીવરી કરવાનું નક્કી કરી લીધું હતું. શરૂમાં નોર્મલ ડીલીવરી કરાવવા માટેનાં ત્રણ ચાર કલાક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ નવજાતના ગળામાં છ રાઉંડ નાળ વીંટળાઈ ગઈ હતી જેથી તે પણ ગર્ભમાં ફસાઈ ગયું હતું.

વેક્યૂમ મશીનની મદદથી ગર્ભમાંથી બાળકને ખેંચીને જટિલ ડીલીવરી કરાઈ
આ તરફ સોનલબેનની તબિયત પણ લથડવા લાગી હતી. આથી ડોક્ટરોએ જટિલ ગણાતી થ્રી ઈડિયટ્સ ફિલ્મની માફક વેક્યૂમ મશીનથી ડીલીવરી કરવાનો નિર્ણય પરિવાર સમક્ષ મૂક્યો હતો. જેઓએ મંજૂરી આપતા ડોક્ટર શૈલેષ બેંકર, ડો. મેહુલ પટેલ અને નર્સિંગ સ્ટાફ વનરાજસિંહ ચૌહાણ સહિતની ટીમે વેક્યૂમ મશીનની મદદથી ગર્ભમાંથી બાળકને ખેંચીને જટિલ ડીલીવરી કરી નવજાત બાળકનો જીવ બચાવી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. હાલમાં સોનલબેન અને તેમનું બાળક એકદમ સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...