સબ સ્ટેશન મેન્ટેનન્સ કામગીરી:દહેગામ પંથકનાં ગામોમાં આજે 8 કલાક લાઈટ બંધ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સબ સ્ટેશનના મેન્ટેનન્સ કામગીરીને અનુલક્ષી

દહેગામ પંથકના ગામોમાં વીજ સપ્લાય કરતા 66 કેવીના સબ સ્ટેશનના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને પરિણામે દહેગામ પંથકના ગામોમાં તારીખ 15મી, સોમવારે વીજ સપ્લાય સવારે 8થી બપોરના 4 કલાક સુધી બંધ રાખવામાં આવશે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ચોવીસ કલાક વીજ પુરવઠો ગામડાઓમાં પુરી પાડવામાં આવે છે. જ્યારે ખેતી માટે અલગથી દસ કલાક વીજ સપ્લાય આપવામાં આવે છે. જોકે વીજ કંપની દ્વારા વર્ષમાં બે વખત પ્રિ મોન્સુન અને પોસ્ટ મોન્સુનની કામગીરી કરવામાં આવે છે.

તેમાં વીજ વાયર તૂટી ગયા હોય કે ડેમેજ થયા હોય સહિતનું રિપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. જેના થકી વીજ સપ્લાય યોગ્ય રીતે ગામડાના લોકોને મળી રહે તે માટે આયોજન કરવામાં આવે છે. જોકે જિલ્લાના દહેગામ તાલુકાના ગામોમાં વીજ સપ્લાય પૂરો પાડતા 66 કેવીના સબ સ્ટેશનોમાં મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આથી દહેગામ તાલુકાના ગામોમાં વીજ સપ્લાય તારીખ 15મી, સોમવારે સવારે 8થી 4 કલાક સુધી આપવામાં આવશે નહી. જોકે ખેડૂતોને વાવેતરમાં પાણી આપવામાં કોઇ તકલીફ પડે નહી તે માટે આયોજન કરાયું છે.

જેમાં વીજ કંપની દ્વારા વીજ સપ્લાય આપવાનો નથી તેની જાણ દહેગામ તાલુકાના ગામોના લોકોને કરી દેવામાં આવી હતી. આથી રવી સીઝનના પાકના વાવેતર બાદ આપવામાં આવતું પીયત આપી દેવા ખેડુતોને જણાવવામાં આવી હોવાનું વીજ કંપનીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...