તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર તૈયારીમાં લાગી:કોરોનાની ત્રીજી વેવ પહેલા મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો, મંત્રીઓ, વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફા� - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફા�
  • કોરોનાની પહેલી અને બીજી લહેરના અનુભવોથી ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સુદ્રઢ બનાવવા માઇક્રોપ્લાનિંગથી પ્લાન ઘડાશે: CM
  • કોરોનાની ત્રીજી વેવથી બચવા મોટા પાસે વેક્સિનેશન જરૂરી: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કોવિડ-19ની ત્રીજી વેવ આગામી દિવસોમાં આવી શકે તેવી દુનિયાના મેડીકલ એક્સપર્ટસ દ્વારા કરેલી સંભાવનાઓને પગલે ગુજરાતમાં પણ તેનો સતર્કતા-સજ્જતાથી સામનો કરવાના આગોતરા આયોજન રૂપે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યુ હતું. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો તેમજ GBRCના વૈજ્ઞાનિકો અને મંત્રીઓ વરિષ્ઠ સચિવો સાથે ભાવિ રણનીતિ ઘડવા ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરાઈ હતી.

કોરોનાની ત્રીજી વેવ પહેલા આગોતરું આયોજન
મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણમાં આ બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે અને અગાઉના 14000 કેસોથી ઘટીને 11000 જેટલી સંખ્યા થઇ ગઇ છે. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર, તબીબી જગત અને લોકોના સહિયારા પ્રયાસોથી આપણે આ પરિણામ મેળવી શકયા છીયે. હવે, ત્રીજી લહેર જો સંભવત: આવી પડે તો ગુજરાતમાં આગોતરું આયોજન કરીને મેડીકલ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ, ઓક્સિજન વ્યવસ્થા, હોસ્પિટલોમાં બેડ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ બનાવવા અંગે આપણે માઇક્રોપ્લાનિંગ સાથેનો એક્શન પ્લાન ઘડવો પડશે.

'ત્રીજી વેવથી બચવા મોટાપાયે વેક્સિનેશન જરૂરી'
વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારનો પહેલી લહેર અને બીજી લહેરનો જે અનુભવ, સારવાર પદ્ધતિ આપણી પાસે છે તેના આધાર ઉપર ત્રીજી સંભવિત વેવમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, મૃત્યુદર પણ સાવ ઓછો રહે એ દિશામાં પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતા છે. તેમણે થર્ડ વેવથી બચવા-રક્ષણ મેળવવા રાજ્યમાં મોટાપાયે લોકોનું વેક્સિનેશન થાય તે માટે તજજ્ઞ તબીબો પ્રચાર-પ્રસારમાં રાજ્ય સરકાર સાથે જોડાય તેવી અપિલ પણ કરી હતી. આ ટાસ્ક ફોર્સ કમિટિની ઉચ્ચસ્તરીય બેઠકમાં મ્યુકોરમાયરોસીસના રોગચાળા અને તેની સારવાર અંગે પણ ચર્ચા હાથ ધરાઇ હતી.

કોરોનાની બીજી વેવ દરમિયાન અમદાવાદમાં ટેસ્ટિંગ માટે ઊભેલા લોકોની તસવીર
કોરોનાની બીજી વેવ દરમિયાન અમદાવાદમાં ટેસ્ટિંગ માટે ઊભેલા લોકોની તસવીર

મુખ્યમંત્રી સાથે બેઠકમાં 9 નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સ
રાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સના સભ્યો પૈકી વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ બેઠકમાં હાજર રહીને કોવિડ પ્રોટોકોલ તથા લાઇન ઓફ ટ્રીટમેન્ટ વિશે પોતાના અનુભવો શેર કર્યા હતા અને સૂચનો પણ કર્યા હતા.

બેઠકમાં શિક્ષણ મંત્રી અને ઉર્જા મંત્રી ઉપસ્થિત રહ્યા
​​​​​​
આ ટાસ્ક ફોર્સના તબીબો અગાઉ પણ રાજ્ય સરકારને કોવિડ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, મેડીસીન મેનેજમેન્ટ વિગેરે અંગે જરૂરીયાત મુજબ માર્ગદર્શન અને સેવાઓ આપતા રહ્યા છે. બેઠકમાં ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ. કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, તથા અન્ય વરિષ્ઠ સચિવો જોડાયા હતા.