તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તપિત્તના લક્ષણો:કલોલ તાલુકાની છત્રાલ GIDCમાં રક્તપિત્તના રોગનો સર્વે કરાયો, એક કેસ પોઝિટિવ મળ્યો

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જિલ્લામાં રક્તપિત્તને નાબૂદ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન
  • છત્રાલમાં રક્તપિત્ત સર્વેમાં કંપનીમાં કામ કરતા 200 થી વધુ વ્યક્તિઓની તપાસ કરાઇ

ગાંધીનગર જિલ્લામાં રાષ્ટ્રીય નિર્મૂલન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં કલોલ તાલુકાની છત્રાલ જી.આઇ.ડી.સી. ખાતે રક્તપિત્તના રોગનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રક્તપિત્તના લક્ષણો ધરાવતા ૫ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. જેઓની તપાસના અંતે એક કેસ પોઝિટીવ આવ્યો હતો. જેમની સારવાર શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં 12 રક્તપિત્તના કેસ છે, જિલ્લા રક્તપિત્ત અધિકારીએ જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લા રક્તપિત્ત અધિકારી ર્ડા. દિપક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓને વધુ સધન બનાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા રક્તપિત્તને નાબૂદ કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. હાલમાં રક્તપિત્તના કેસ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જેથી સમાજમાં છુપાયેલ આવા રક્તપિત્તના કેસ શોધવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય નિર્મૂલન કાર્યક્રમ અંતગર્ત રક્તપિત્તના રોગનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

જે અંતર્ગત કલોલ તાલુકાના છત્રાલ જી.આઇ.ડી.સી વિસ્તાર જિલ્લા રક્તપિત્ત વિભાગના કર્મચારીઓ અને પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રક્તપિત્તના રોગનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમ્યાન રક્તપિત્તના લક્ષણો ઘરાવતા 5 શંકાસ્પદ કેસ મળ્યા હતા. જેમની જરૂરી મેડિકલ તપાસ કરતા એક રક્તપિત્તનો કેસ મળ્યો હતો. જેમની હાલમાં સારવાર ચાલુ છે. રક્તપિત્તના દર્દીમાં શરીર ઉપર કોઈ પણ જગ્યા એ ચાઠુ સીધું કે ઉપસેલું, આંખો ની ભ્રમર ખરી જવી, ચામડી ચળકાટ થઈ જવી, કાન ની બૂટ જાડી થઈ જવી, સંવેદનાનો અભાવ, ચાલતા ચાલતા પગના ચપલ નીકળી જવા,અલ્સર થવું અને શરીર ઉપર નાની નાની ગાંઠો થવી જેવા લક્ષણો જોવા મળે છે. રક્તપિત્તના સર્વેમાં છત્રાલ વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરતા 200 થી વધુ કામદારોને રક્તપિત્તના લક્ષણો વિશે માહિતી મેળવવામાં આવી હતી. જેમાંથી પાંચ શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા.

હજુ આ વિસ્તારની કંપનીમાં આરોગ્ય સ્ટાફ દ્રારા સર્વે કરવામાં આવશે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સારવારમાં મુકાયેલ દર્દી ને મલ્ટી ડ્રગ થેરાપી (MDT) દ્વારા તેમજ અલ્સર વાળા દર્દીઓ માટે અલ્સર કીટ અને MCR(માઈક્રો સેલ્યુલર રબર) આપવામાં આવે છે. તેવું જિલ્લા રક્તપિત્ત અધિકારી ર્ડા. દીપક પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...