તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ પોલીસકર્મીઓની રજાઓ કેન્સલ કરાઈ, અનિવાર્ય સંજોગો સિવાય રજા નહીં મળે

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પોલીસની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત પોલીસની ફાઈલ તસવીર
  • પોલીસ વડાએ કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી

ગુજરાતમાં કોરોના કહેર બનીને વર્તાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસોની વાત કરીએ તો નવા કેસનો આંકડો રોજે રોજ ડરાવી રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા પણ 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરાયો છે. એવામાં રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. પોલીસકર્મીઓને આગામી આદેશ સુધી હવે અનિવાર્ય સંજોગો સિવાય રજા નહીં આપવામાં આવે.

પોલીસકર્મીઓને આગામી આદેશ સુધી રજાઓ નહીં મળે
રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા મંગળવારે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 20 જેટલા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરાઈ હતી. જેનો અમલ આજ રાતથી શરૂ થઈ જશે. એવામાં કર્ફ્યૂ તથા કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરાતા હોય છે. જ્યારે કેટલાક પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. એવામાં પોલીસની અછત વર્તાતા રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરી છે. ઉપરાંત આજથી રજા પર ગયેલા કર્મચારીઓની રજા ટૂંકાવવા તેમજ અનિવાર્ય સંજોગો સિવાય રજા નહીં આપવા આદેશ કર્યો છે.

કોવિડ ગાઈડલાઈનનુું પાલન કરાવવા પોલીસને કડક આદેશ
બીજી તરફ પાછલા રવિવારથી ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો વિરુદ્ધ દંડની કવાયત તેજ કરવા માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ પોલિસ અધિકારીઓને આદેશ કર્યો છે. તેમણે તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લાના પોલીસ વડાઓને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જોવા માટે કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં નિર્દેશ આપ્યો છે. જેના પરિણામે 2થી 5 એપ્રિલ દરમિયાન પોલીસે 2.66 કરોડનો દંડ વસૂલ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો