તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોય ઓફ એન્જિનિયરિંગ:કેરળની 150 ઇજનેરી કૉલેજના IIT-GNમાં “જોય ઓફ એન્જિનિયરિંગ” શીખ્યા

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • APJઅબ્દુલ કલામ ટૅક્નૉલૉજિકલ યુનિ.ના વિદ્યાર્થીઓની ઇન્ડક્શન તાલીમ માટે કાર્યક્રમ
 • હેન્ડ્સ-ઓન સત્રોનો હેતુ એન્જિનિયરિંગ વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનો હતો

આઇઆઇટી-ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (સીસીએલ)એ તાજેતરમાં એપીજે અબ્દુલ કલામ ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટી તથા તેને સંલગ્ન આશરે 150 એન્જિનિયરિંગ કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે “ધ જોય ઓફ એન્જિનિયરિંગ” પર 2 ઓનલાઇન સત્ર યોજાયાં હતા, જે યુનિવર્સિટીની નવી એન્જિનિયરિંગ બેચની ઇન્ડક્શન તાલીમના ભાગરૂપે યોજાયા હતા.આ હેન્ડ્સ-ઓન સત્રોનો હેતુ એલ્ગોરિધમિક અને જટિલ વિચારસરણી, સમસ્યા-નિરાકરણ અને એન્જિનિયરિંગ શિક્ષણ પ્રત્યે સંશોધન અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરીને એન્જિનિયરિંગ વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનો હતો.

સત્રો દરમિયાન સીસીએલની ટીમે ચર્ચા કરેલા વિષયોમાં એનિગ્મા મશીનને પાયામાંથી સમજવું અને બનાવવું, માત્ર પાટા જોઈને કમ્પ્યુટેશનલી સાઇકલની દિશા શોધી કાઢવી, મશીનની વાસ્તવિક વ્યાખ્યા, સિલિન્ડર અને વર્તુળની સરખામણી, આર્કિમિડીઝની વાત, કોમ્બિનોટ્રીક્સ, અને અન્ય રસપ્રદ પ્રવૃત્તિઓ પર ચર્ચા કરાઈ. અત્યાર સુધીમાં 70 હજારથી વધુ ઓનલાઈન વ્યુઝ મળ્યા છે.

એન્જિનિયરિંગ શું કરી શકે એ જણાવવાની કોશિશ કરી
આઇઆઇટી ગાંધીનગરના સહયોગી અધ્યાપક પ્રોફેસર મનીષ જૈને કહ્યું, “કેરળ રાજ્યના 65,000 વિદ્યાર્થી સાથે વાતચીત કરવાનો અનુભવ અદભૂત હતો. આ ત્રણ કલાકમાં, અમે એ જણાવવાની કોશિશ કરી છે કે એન્જિનિયરિંગ શું કરી શકે અને તે શું હોવું જોઈએ. આશા છે કે, અમે આપણા ભાવિ ઇજનેરોના દિમાગ અને દિલને પ્રજ્વલિત કરવામાં સમર્થ થઈશું જેઓ દેશને નવી ઊંચાઈ પર લઈ જશે.”

એન્જિનિયરિંગના સ્કોપે મારી આંખો ખોલી દીધી
ત્રિવેન્દ્રમની ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થી અક્ષય આર.એસ.એ કહ્યું, “હું તમારા સત્રની પ્રવૃત્તિઓમાંથી એન્જિનિયરિંગના સ્કોપ અને શક્યતાઓ મારી આંખો ખોલી દીધી. તમે જે શીખવો છો તેનો આનંદ તમે કેવી રીતે લો છો તે પ્રેરણાદાયક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો