તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અચનાક મીટિંગ બોલાવતા આશ્ચર્ય:રાજ્યમાં સંભવિત નવી લહેર અંગે BJP ધારાસભ્યોની સાથે નેતાઓ ચર્ચા કરશે, સાંજે ધારાસભ્યો સાથે વિધાનસભાની ચૂંટણી અંગે વાત કરશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય કિસ્સાઓ કરતાં અપવાદરૂપ કિસ્સાની આ બેઠક

ગુજરાતમાં ભાજપ અને તેની સરકારમાં હાલ ખૂબ હલચલ જોવા મળી છે, તેવામાં ભાજપે પોતાના તમામ ધારાસભ્યો સાથે એક મીટિંગ બોલાવી છે. આ પ્રકારની મીટિંગ એક અપવાદરૂપ કિસ્સો ગણી શકાય. ગુજરાતમાં ધારાસભ્યોની બેઠક સામાન્ય સંજોગોમાં વિધાનસભાના સત્ર પહેલાં તેમને ગૃહમાં ચર્ચા અંગેનું માર્ગદર્શન આપવાં બોલાવાય છે, જ્યારે ચૂંટણીઓ આવી રહી હોય તેના અમુક દિવસો પહેલાં જ આવી મીટિંગો યોજાય છે.

આ બેઠકની જાહેરાત કરતી વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરની સમીક્ષા કરવા અને સંભવિત ત્રીજી લહેર માટેના આગોતરા આયોજનની સમજણ આપવા માટે આ બેઠક બોલાવાઇ છે. પરંતુ આ સમજણ આપવાની હોય તેવાં કિસ્સામાં પ્રભારીની હાજરી અનિવાર્ય રહેતી નથી. યાદવે આ મીટિંગમાં હાજર રહેવા માટે પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...