તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસના નેતાઓની બેઠક:એક જૂથના નેતાઓએ કહ્યું, ‘પટેલ કે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે પ્રકારની વાતો અમે કરતાં નથી’

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરેશ રાવલના ઘરે કોંગ્રેસના નેતાઓની ફરી બેઠક મળી

ગુજરાત કોંગ્રેસના નેતાઓની ફરી એક બેઠક ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસના સિનિયર આગેવાન નરેશ રાવલના ઘરે મળી હતી. આ બેઠકમાં એવું જાહેર કરાયું કે તેમની માંગ એવી નથી કે પાટીદાર કે કોળી સમાજમાંથી આગામી સમયમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની નિમણૂંક થવી જોઇએ. પરંતુ આ વાતનો નિવેડો જલ્દી લાવવો જોઇએ. હવે આ જૂથના લોકો જૂલાઇના પહેલા સપ્તાહમાં દિલ્હી જઇ હાઇકમાન્ડ પાસે ચર્ચા કરશે.

થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી સુરત આવ્યા ત્યારે આ અંગે કોઇ ચર્ચા ન થઇ તેને લઇને આ જૂથમાં ભારે નિરાશા છે, બીજી તરફ ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખપદે પોતાનો દાવો મજબૂત કરી રહ્યા છે, અને રાહુલ ગાંધી અમુક અંશે તેમના નામ સાથે સહમત છે. તેવાં સંજોગોમાં આ મીટિંગ ફરી મળી છે.થોડા દિવસ પહેલાં અહેમદ પટેલ જૂથના ગણાતાં લોકોની એક બેઠક નરેશ રાવલના ઘરે મળી હતી અને તેમાં ચૂંટણી નજીક આવી રહી હોવાથી નિમણૂંકોનો નિર્ણય જલ્દી થાય તેવું કહેવાયું હતું.

આ બેઠકમાં ભાગ લેનારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ચતુરજી જવાનજી ચાવડાએ કહ્યું કે અમારું કોઈ અલગ ગ્રૂપ નથી. જેને પણ પ્રમુખ બનાવવામાં આવે અમે તેની સાથે હોઈશું. અમારી મિટિંગ કોઈ નેતાની વિરુદ્ધમાં નથી. ભાજપમાં પાટીદાર કે કોળી સમાજના મુખ્યમંત્રીની વાતો ચાલે છે, તેવું અમે નથી ઇચ્છતા.

અન્ય સમાચારો પણ છે...