તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:દહેગામ પોલીસના નાક નીચેથી LCBએ સવા લાખનો દારૂ પકડ્યો

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુટલેગરો દ્વારા દારૂને જમીનમાં દાટીને સંતાડવામાં આવતો હતો
  • ગ્રાહક પ્રમાણે જથ્થો બહાર કાઢી છૂટક વેચાણ કરવામાં આવતું હતું

ગાંધીના ગુજરાતમા દારૂબંધી હોવા છતા બુટલેગરો એનકેન પ્રકારે દારૂ લાવીને વેચાણ કરે છે. દહેગામ પાસે નિલકંઠ મહાદેવના છાપરા તરીકે જાણિતા વિસ્તારમાંથી દહેગામ પોલીસના નાક નીચે વેચાણ થતા વિદેશી દારૂના જથ્થાને પકડ્યો હતો. બુટલેગર દ્વારા દારૂને જમીનમા રાખીને સંતાડી રાખવામા આવતો હતો, એલસીબી 1ની ટીમ દ્વારા બુટલેગરને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ 1ના પીઆઇ એચ.પી.ઝાલાની ટીમ દ્વારા પ્રોહિબિશન સહિતની બદીને ડામવા પેટ્રોલીંગ કરવામા આવી રહ્યુ છે. ત્યારે પીએસઆઇ સહિતની પોલીસ પેટ્રોલીંગમા હતી, ત્યારે બાતમી મળી હતી કે, નિલકંઠ મહાદેવના છાપરા વિસ્તારમાં એક બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે અબ્દુલ મહેશજી ઠાકોર (રહે, નિલકંઠ મહાદેવના છાપરા, નાંદોલ, દહેગામ) દ્વારા જમીનમા દારૂને સંતાડી રાખવામા આવે છે અને ગ્રાહક મુજબ તેનુ છુટક વેચાણ કરાય છે. પોલીસે ટીમ સાથે ખેતરમા ઓરડીની આગળની જગ્યામા સંતાડેલો છે.

પોલીસે બુટલેગરને સાથે રાખીને તપાસ કરતા વિદેશી 323 દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. દારૂને તેના કુટુંબી ભાઇ રણજિતસિંહ દિનેશજી ઠાકોર અને ટીનાજી સરદારજી ઠાકોર સાથે મળીને વેપાર કરતો હોવાનુ સામે આવ્યુ હતુ. જ્યારે મોટી સંખ્યામા પકડાયેલો દારૂ દહેગામનો જ શખ્સ પોજેસિંહ આપી ગયો હતો. પોલીસે 1.20.838નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ દહેગામનો જ શખ્સ દહેગામના લોકોને દારૂ પહોંચાડી રહ્યો છે અને દહેગામમા જ છુટક વેચાણ કરવામા આવતુ હતુ, છતા દહેગામ પોલીસને તેની ગંધ સુદ્ધા આવી નથી અને દહેગામ પોલીસના નાક નીચે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...