તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રકનપુરથી મિત્રનું એક્ટિવા ચોરનારને LCBએ ઝડપી લીધો, મિત્રની નજર ચૂકવી ચાવી લઈને એક્ટિવા ચોરી લઈને ફેરવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રકનપુરમાં દોઢ માસ અગાઉ મિત્રનું જ એક્ટિવા ચોરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. એલસીબી-1 પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ધર્મેન્દ્રસિંહ તથા કોન્સ્ટેબલ અનોપસિંહને આરોપીની બાતમી મળતા પોલીસે શેરીસા કેનાલ પાસેથી બાદલ ગીરીશભાઈ ગણાત્રા(રહે-55/646, ચાંદની એપાર્ટમેન્ટ, સોલા રોડ, નારણપુરા)ને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી એક્ટિવા મળતા તેના આધાર પુરાવા માંગતા આરોપી ગલ્લા-તલ્લા કરવા લાગતા પોલીસે વધુ પૂછપરછ કરતાં તેણે એક્ટિવા ચોરીનું હોવાની કબૂલ્યુ હતુ.

દોઢ માસ અગાઉ રકનપુર ખાતે તે મિત્રો સાથે બેઠો હતો. ત્યારે તેના મિત્રના મિત્રના એક્ટિવાની ચાવી તેણે લઈ લીધી હતી. બધા બેઠા હતા ત્યારે થોડુ કામ હોવાનું કહીં તે નીકળ્યો હતો અને એક્ટિવા ચોરીે સંતાડીને પાછો આવ્યો હતો. બધા મિત્રો છુટા પડ્યા બાદ તે પણ અમદાવાદ ઘરે આવી ગયો હતો અને બીજા દિવસે એક્ટિવા ચોરી આવ્યો હતો. આ અંગે સાંતેજ પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે. જેને પગલે પોલીસે એક્ટિવા કબ્જે લઈને આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો