મોડેલ વિલેજની નેમ:દહેગામનાં લવાડ ગામને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિઝન હેઠળ મોડેલ વિલેજ બનાવવામાં આવશે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામવાસીઓના બહેતર જીવન-સુખાકારી માટે OPD ક્લિનિક, બેંકની મોબાઇલ બેંક વાન અને શાળામાં IT સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિસ્તરણ અને ડિસ્ટન્સ લર્નિંગ નિર્દેશાલય દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ) બિમલ એન. પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને લવાડ ગ્રામવાસીઓના બહેતર જીવન અને સુખાકારી માટે OPD ક્લિનિક, આરોગ્ય જાગૃતિ શિબિર, ADC બેંકની મોબાઇલ બેંક વાન અને લવાડની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં IT સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે ડ્રીમ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જવાબદારી ઉપાડી
આ કાર્યક્રમના આયોજનનો મૂળ ઉદ્દેશ લવાડને એક મોડેલ વિલેજ બનાવવાનો છે અને ઉપરોક્ત ઉલ્લેખિત ઇવેન્ટએ હવે પછી યોજનારા અન્ય કાર્યક્રમોની શરૂઆત રૂપે હતી. જેના દ્વારા યુનિવર્સિટી ગ્રામજનોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવાની છે. આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત પ્રધાનમંત્રીની SMART (સ્માર્ટ), આત્મનિર્ભર અને સ્વચ્છ ગામ માટેની દૂરંદેશીને અપેક્ષિત રીતે પરિપૂર્ણ કરવા માટે થઇ છે અને ગૃહમંત્રી અમિત શાહે RRUના મોડેલ લવાડ ગામના ડ્રીમ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જવાબદારી પોતાના ખભે ઉપાડી છે.

ગ્રામજનો માટે રોજગારીની તકો ઉભી કરવામાં આવશે
આ કાર્યક્રમમાં ઉપસ્થિત આશરે 400 ગ્રામજનોને વાઇસ-ચાન્સેલરે સંબોધિત કર્યા હતા, જેમાં ગામના વિકાસની પાંચ મુખ્ય બાબતો પર વિશેષ ભાર મૂક્યો હતો. જેમાં ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણ પર વિશેષ ધ્યાન આપીને સામાજિક અને આર્થિક સુરક્ષા અને આત્મનિર્ભરતા, આરોગ્ય, સ્વચ્છતા અને સફાઇ, વિવિધ તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા મહિલાઓ, બાળકો અને ખાસ કરીને ગામના યુવાનોનું સશક્તિકરણ, ગ્રામજનો માટે રોજગારીની તકો અને સમાજમાં પ્રવર્તતા કલંકિત મુદ્દાઓ જેમ કે દારૂનું સેવન અને અન્ય અનૈતિક પ્રવૃત્તિઓને ગ્રામજનોના સક્રિય યોગદાનની મદદથી કાબૂમાં લેવી. વાઇસ ચાન્સેલરે લવાડ ગામના સર્વાંગી વિકાસની ઇચ્છા વ્યક્ત કરી હતી અને લવાડને એક મોડેલ ગામ તરીકે તૈયાર કરવા માટે ગ્રામજનો તરફથી યોગદાન અને સતત સમર્થન મેળવવાની આશા વ્યક્ત કરી હતી, જે મોડેલ ગામ તરીકે ભારતના અન્ય ગામો માટે પણ દૃષ્ટાંત પૂરું પાડશે.

ગ્રામજનોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા RRUએ બિડુ ઝડપ્યું
આ ઉપરાંત, આ પ્રોજેક્ટ્સ હેઠળ વિવિધ પહેલ જેમ કે, પ્રણાલીગત અને વૈજ્ઞાનિક ખેતી અને પશુપાલન માટે તાલીમ અને જાગૃતિ કાર્યક્રમ, ગ્રામજનો માટે WIFI સુવિધા, મહત્વાકાંક્ષીઓ માટે મોબાઇલ લાઇબ્રેરી, દૈનિક સ્વચ્છતા કવાયત, નિયમિત આરોગ્ય તપાસ, પ્રશિક્ષિત મનોચિકિત્સકો દ્વારા બાળકો માટે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી, કિડ્સ પાર્ક, ગામમાં CCTV કૅમેરા, યોગ અને ફિટનેસ કાર્યક્રમ, યુવાનો માટે કૌશલ્ય આધારિત તાલીમ કાર્યક્રમો, સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સુવિધા વગેરે સુવિધાઓ ગ્રામજનો માટે ઉપલબ્ધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...