તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ જેહાદ કાયદો ગુજરાતમાં લાગુ:હવે ગુનો કરનાર, ગુનો કરાવનાર, ગુનામાં મદદ કરનાર અને ગુનામાં સલાહ આપનારા દોષી ગણાશે; લગ્નમાં 5 વર્ષની સજા અને 2 લાખ સુધીનો દંડ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર.
  • કાયદો લાવનાર ગુજરાત પાંચમું રાજ્ય; હવે લાલચ, બળજબરી કે અોળખ છુપાવીને ધર્મપરિવર્તન ગેરકાયદે
  • લવ-જેહાદના કિસ્સામાં ગુનો કરવામાં મદદ કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે
  • લોહીના સગપણવાળી કોઈપણ વ્યક્તિ લવ-જેહાદની ફરિયાદ નોંધાવી શકશે

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ બહુચર્ચિત લવ જેહાદ કાયદો મંગળવાર, 15મી જૂનથી અમલી બન્યો છે.ગત વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતં અધિનિયમને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારે તેનો વિધિવત અમલ શરૂ કર્યો છે. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવશે અને ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન કરશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

ધર્મપરિવર્તન પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે
માત્ર ધર્મપરિવર્તનના હેતુથી કરેલા લગ્નના કિસ્સામાં આવા લગ્ન ફેમિલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. સાબિત કરવાનો ભાર પણ આરોપી અને તેના સહાયકો પર રહેશે. આરોપીને 3થી 5 વર્ષની કેદ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઇ કાયદામાં કરાઇ છે. ભોગ બનેલી યુવતી અથવા તેના માતા-પિતા, લોહીની સગાઇ ધરાવતા પરિવારજનો પણ આવા ધર્મ પરિવર્તન તેમજ લગ્ન સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલી તેમજ જોગવાઇઓનું પાલન ન કરનારી સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત 3થી 10 વર્ષની સજા તેમજ 5 લાખ સુધીનો દંડ થશે. આ પ્રકારના ગુનામાં ડીવાયએસપીથી ઉતરતી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં. ધર્મ પરિવર્તનની વિધિ કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડશે.

5 વર્ષ સુધીની સજા અને રૂ. 2 લાખ સુધી દંડની જોગવાઈ
ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે લવ-જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઇ છે.

મંગળવારથી અમલમાં અાવેલા ધર્મ સ્વાતં કાયદાની મહત્ત્વની જોગવાઈઓ...
ગુનોઃ બળપૂર્વક, લલચાવીને કે કપટ દ્વારા ધર્મપરિવર્તન માટે લગ્ન કરવા, કરાવનાર કે આ અંગે મદદ કરવી એ ગુનો ગણાશે. આ પ્રકારનો ગુનો પુરવાર કરવાનો ભાર (Burden of Proof) આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે. ગુનો આચરનાર, મદદ કરનાર તથા સલાહ આપનાર પણ સમાન રીતે કસૂરવાર ગણાશે. આ ગુનો બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગણાશે તેમજ તેની તપાસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી નીચેના અધિકારી કરી શકાશે નહિ.

ફરિયાદ કોણ કરી શકે?
આ પ્રકારના કેસમાં માતા-પિતા, ભાઈ-બહેન કે લોહીનો સંબંધ ધરાવતા કોઈપણ સ્વજન અથવા દત્તક લેનાર લગ્નની વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.

સજાઃ કાયદાની જોગવાઇનો ભંગ કરનારને ઓછામાં ઓછા 3 વર્ષ અને મહત્તમ 5 વર્ષ સુધીની કેદ તથા ઓછામાં ઓછા 2 લાખનો દંડ થશે. જ્યારે સગીર, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિ સાથે સંબંધના કેસમાં 4થી 7 વર્ષ સુધીની કેદ અને 3 લાખ રૂપિયાનો દંડ થશે.

સંડોવાયેલી સંસ્થા સામે પણ આકરી કાર્યવાહી થશે
નવા કાયદા અનુસાર ધર્મપરિવર્તનના હેતુસર થયેલા લગ્નના કેસમાં ફેમિલી કોર્ટ આ પ્રકારના લગ્નને રદ કરી શકશે. કાયદાની જોગવાઇનું પાલન ન કરનાર સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ થશે. સંસ્થાના પદાધિકારીઓને 10 વર્ષ સુધીની કેદ તથા રૂ.5 લાખ સુધીનો દંડ થશે. આવી સંસ્થાને નાણાકીય મદદ કે અનુદાન મળી શકશે નહીં.

લોહીના સગપણવાળી કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકશે
આવા લવ-જેહાદના કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવવાની છે, જેને લઇને વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલી વ્યક્તિ તેનાં માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ હકૂમત ધરાવતા પોલીસ મથકમાં પ્રથમ માહિતીનો અહેવાલ આપતાંની સાથે જ એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કાયદા મુજબ મદદગાર સામે પણ કાર્યવાહી થશે
​​​​​​
​લવ-જેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની તપાસ નાયબ પોલીસ અધીક્ષકથી ઊતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં, એવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે. નવી કલમ-4થી કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરીને ધર્મપરિવર્તન એકમાત્ર હેતુના સંબંધમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે. ગેરકાયદે ધર્મપરિવર્તન દ્વારા લગ્ન સંસ્થા અને સંગઠને કરેલા ગુના સાબિત થાય એવા કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો બનશે.

દંડ-સજાની જોગવાઈ વધુ આકરી થશે
​​​​​​
​ગુરુવારે ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મપરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આમ તો આ સમગ્ર સુધારો લવ-જેહાદની પ્રવૃત્તિ રોકવા માટે છે. ઉત્તરપ્રદેશની પેટર્ન મુજબ લવ-જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહ્યો છે અને એની જોગવાઈ મુજબ કસૂરવાર વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા-2 લાખની ઓછો નહીં એટલો દંડ કરવામાં આવશે. જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.