કાર્યક્રમ:નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા નેશનલ લેવલ સ્પીચ કોમ્પિટીશનનો પ્રારંભ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં  ‘યંગ ઈન્ડિયા કે બોલ’ નેશનલ લેવલ સ્પીચ કોમ્પિટિશન સિઝન-2નો પ્રારંભ કરાયો હતો. - Divya Bhaskar
નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં ‘યંગ ઈન્ડિયા કે બોલ’ નેશનલ લેવલ સ્પીચ કોમ્પિટિશન સિઝન-2નો પ્રારંભ કરાયો હતો.
  • ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો

નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા ‘યંગ ઈન્ડિયા કે બોલ’ નેશનલ લેવલ સ્પીચ કોમ્પિટિશન સિઝન-2નો પ્રારંભ કરાયો છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના યુવા કાર્યકરોની વિધાનસભા જિલ્લા, પ્રદેશ રાષ્ટ્રીય કક્ષાએ પ્રવકતાઓની પસંદગી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય યુથ કોંગ્રેસનાં પ્રભારી ઓમ જાટ તેમજ રજ્વ્વ્વ બેરાગીએ કોમ્પિટિશનનો પ્રારંભ કરાવ્યો હતો. ઓમ જાટે કહ્યું હતું કે, ‘ભાજપની ધર્મ -સંપ્રદાય અને જુઠા પ્રચાર અને નફરત ફેલાવતી નીતી સામે પ્રજામાં રોષ પ્રવતી રહ્યો છે. યુથ કોંગ્રેસ દ્વારા ભાજપની યુવા, મહિલા ,ખેડૂત વિરોધી નીતી સામે અવાજ ઉઠાવતા યુવા કાર્યકરોને રાષ્ટ્રીય સ્તરે તક આપવામાં આવશે.

જેમાં દરેક વિધાનસભા જિલ્લા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ 18થી 40 વર્ષનાં યુવાનોની આ કોમ્પિટિશન યોજી પ્રવકતા તરીકે પસંદગી કરાશે.’ આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, યુથ-કોંગ્રેસના જિલ્લા પ્રભારી અને પ્રવકતા શીતલબેન ચૌધરી, યુથ કોંગ્રેસના ગાંધીનગર જિલ્લા પ્રમુખ શિવનાથસિંહ રાઠોડ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...