કામગીરી:ગામોને સ્વચ્છ બનાવવા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2021નો પ્રારંભ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, દૂધ મંડળી, ધાર્મિક સ્થળોની સફાઇ કરાશે

શહેરની જેમ ગામડાઓ પણ સ્વચ્છ બને તે માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ કરાયો છે. તેમાં ગામના જાહેર સ્થળો આંગણવાડી, ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાઓ,દૂધની ડેરી, બજાર, જાહેરચોક સહિતની સફાઇ કરાવવી. ગામની સ્વચ્છતા અંગે સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-2021 એપમાં ફિડબેક આપવા ગ્રામજનોને જાણકારી આપવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.

આ આયોજનમાં ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી, સરપંચ, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, વી.સી., આંગણવાડી વર્કર, ગામના ડોક્ટરર્સ, સ્વસહાય જૂથના મેમ્બરો, શાળાના આચાર્ય અને શિક્ષકોની ગ્રમાકક્ષાએ મીટીંગનું આયોજન કરવાનું રહેશે. તેમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-2021 એપને મોબાઇલમાં ડોઉનલોડ કરીને તેમાં ગામની દરેક વ્યક્તિએ સ્વચ્છતા અંગે પોતાના અભિપ્રાય આપવાના રહેશે.

સ્વચ્છ ગામ અંતર્ગત ગામના જાહેર શૌચાલયોની નિયમિત સફાઇ કરવાની રહેશે. ગામની દરેક પરિવાર કુંટુબ શૌચાલયનો ઉપયોગ કરે છે કે નહી તેની ચકાસણી કરીને ઉપયોગ કરતા કરવાના રહેશે. ગામમાં સીંગલ પ્લાસ્ટિક ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવાનો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને તેને જિલ્લાકક્ષાએ મોકલવાનો રહેશે. ગામમાં 100 ટકા ગટરલાઇન હોય તો તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...