તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકિટને લઇને હંગામો:ટિકિટ ફાળવણીમાં અન્યાયના આક્ષેપ સાથે હિંમતસિંહના ઘરે મોડી રાત્રે હોબાળો

ગાંધીનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
નેતાઓની વ્હાલાદવલાની નીતિના વિરોધમાં કાર્યકરે કોંગ્રેસ ઓફિસની દિવાલ પર અભદ્ર લખાણ લખ્યું - Divya Bhaskar
નેતાઓની વ્હાલાદવલાની નીતિના વિરોધમાં કાર્યકરે કોંગ્રેસ ઓફિસની દિવાલ પર અભદ્ર લખાણ લખ્યું

એસસી કેટેગરીને અસંતોષના મુદ્દે રાત્રે હિંમતસિંહ પટેલના ઘરે હોબાળો થયો હતો. ઠકકરબાપાનગર, રખિયાલ અને બાપુનગર,સરસપુરમાં એસસી કેટેગરીના દાવેદારોને જોઇએ તેટલી સંખ્યામાં ટિકિટ મળી હતી નહી. જે નેતાઓ આંદોલન કરતી વખતે હંમેશા હાજર રહેતા હતા તેવા યુવા નેતાઓને ટિકિટ મળી નહીં. આથી કેટલાક યુવા નેતાઓ મોડી રાત્રે હિંમત સિંહના ઘરે પહોંચી ગયા હતા. તેમણે હિંમત સિંહના ઘરે પહોંચીને હોબાળો કર્યો હતો. ધારાસભ્ય ઘરે હતી નહીં અને એટલે તેમના પુત્રએ આખો મામલો સંભાળ્યો હતો. છેવટે હિંમતસિંહના પરિવારજનોએ હિંમતસિંહસાથે ફોન પર વાત કરાવતા કાર્યકરો તેમના ઘરેથી નીકળી ગયા હતા.

નેતાઓની વ્હાલાદવલાની નીતિના વિરોધમાં કાર્યકરે કોંગ્રેસ ઓફિસની દિવાલ પર અભદ્ર લખાણ લખ્યું
કોંગ્રેસનો એક કાર્યકર શનિવારે બપોરે અચાનક પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી ચડયો હતો. કોઇને પણ કશું કહ્યા વિના ટુ-વ્હિલર પાર્ક કરીને સીધો પ્રદેશ કાર્યાલયની દિવાલ તરફ ધસી ગયો હતો. તેણે દિવાલ પર અભદ્ર શબ્દો લખ્યા હતા. આ કાર્યકરને હાજર લોકોએ આવું શું કામ લખ્યું તેવું પૂછતા તેણે એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ કાર્યકરો અને વર્ષોથી કામ કરતા લોકોને ટિકિટ આપવાને બદલે ચોક્કસ લોકોના ટેકેદારોને જ ટિકિટ આપી એટલે કાર્યકરો ગુસ્સે થયા છે. આથી આવું લખાણ લખ્યું છે.

હોબાળો કરનારને અંતે ટિકિટ મળી
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલના ફાર્મ હાઉસ પર અડધી રાત્રે 150 વ્યકિતઓએ જઇને હોબાળો મચાવી ગાળાગાળી કરીને તેમને બેફામ બોલ્યા હતા. છેવટે જે દાવેદારના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો, તેની ટિકિટ નક્કી થઇ ગઇ હતી. ફાર્મ હાઉસ પર શશીકાંત પટેલ હાજર નહોતા.

જમાલપુરમાં મધરાતે ડ્રામા
કોંગ્રેસમાં જમાલપુર વોર્ડમાં શાહનવાઝ શેખને ટિકિટ ફાળવવામાં નારાજગી બાદ એનએસયુઆઇના 200એ રાજીનામા ધરી દીધા હતા. બપોર પછી તેમને ખાડિયાની ટિકિટ ફાળવાઈ હતી. લાંભામાં ધારાસભ્યના પુત્ર મેહુલ ભરવાડને ટિકિટ અપાતા 500 લોકોએ રાજીનામા આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો