રાયસણમાં આવેલા બિઝનેશ પાર્ક પાસે મોડી રાત્રે એક કિશોરને માર મારી અપહરણનો પ્રયાસ કર્યો હતો. કિશોર કિશોરી વાતો કરી રહ્યા હતા, તે સમયે કિશોરીના પરિવારજનોએ કિશોરને માર માર્યો હતો. બાદમાં કિશોરના ઘરે આવીને ધમાલ મચાવી હતી. ઢોર માર મારવામાં આવતાં કિશોરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સેક્ટર 24માં રહેતાં સગીરે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલ ગુરૂવારે સાંજના સમયે ક્લાસીસમાં ફી ભરવા માટે સગીર તેના મિત્ર સાથે ગયો હતો. જ્યાંથી ફી ભરીને રાયસણમાં આવેલા બિઝનેશ પાર્ક ખાતે પાર્કિંગમા બે મિત્રો સાથે અન્ય બે કિશોરી વાતો કરતાં હતાં. તે સમયે આશરે 8 વાગ્યાના અરસામાં બંને કિશોરીના પપ્પા ત્યાં આવી પહોંચ્યાં હતાં.
તેઓએ સગીરને લાકડીથી માર માર્યો હતો. તે સમયે સાથી મિત્રને માર મારતા એક્ટીવા લઇને ભાગી ગયો હતો. જ્યારે સગીરને આરોપીઓ બ્રેઝા કારમાં અપહરણ કરી સેક્ટર 22માં આવેલા સગીરના મિત્રના ઘરે આવ્યા હતાં ત્યાં પણ મારામારી કરી હતી અન્ય સગીરની માતાને પણ અપશબ્દો બોલી તકરાર કરી હતી.જ્યારે મારામારીમાં સગીર, તેની માતા અને અન્ય એક સગીરને ગંભીર ઇજાઓ થતાં ગાંધીનગર સિવિલમાં લઇ ગયાં હતાં.જ્યારે સગીરને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં લઇ જવાયો હતો.આરોપીઓ સામે ગેરકાયદે મંડળી રચી, ગુનાહિત ધમકી આપવા સહિતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઇન્ફોસિટી પોલીસમાં બે કિશોરીએ ફરિયાદ નોંધાવી હતી કે, બિઝનેશ પાર્કના પાર્કિંગમા એક કિશોર દ્વારા તેનો હાથ પકડી રખાયો હતો અને બીજાએ બાથ ભીડી હતી. જેને લઇને બંને સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાતા પીએસઆઇ એન.એમ.જોશીએ વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.