ચોમાસું:ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, રાજ્યના 111 તાલુકામાં 2 ઈંચ સુધી વરસ્યો, સૌથી વધુ કલ્યાણપુરમાં 47 મિમિ

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય પરની વરસાદી સિસ્ટમ ફંટાઈને પાકિસ્તાન તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત તરફની વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યમાં 111 તાલુકામાં 1 મિમિથી 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 47 મિમિ એટલે કે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સંભવતઃ 29મીએ ભારે વરસાદની શક્યતાઓ છે.

રાજ્યમાં 26 તાલુકામાં 10 મિમિથી 47 મિમિ સુધી વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી પ્રાપ્ય આંકડા અનુસાર રાજ્યમાં દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં બે ઈંચ, ખંભાળિયામાં દોઢ ઈંચ, મહેસાણાના ખેરાલુ અને કચ્છના ગાંધીધામમાં એક ઈંચ, પોરબંદરના રાણાવાવ અને અમદાવાદના સાણંદમાં 19 મિમિ, કચ્છના માંડવી અને આણંદના બોરસદમાં 18 મિમિ, પાટણના સિધ્ધપુર અને મહેસાણાના જોટાણામાં 16 મિમિ, પોરબંદરમાં 15 મિમિ, આણંદના તારાપુર, દ્વારકા અને અમદાવાદમાં 14 મિમિ, ગાંધીનગરમાં 13 મિમિ, સાબરકાંઠાના તલોદમાં 12 મિમિ, દેવભૂમિદ્વારકાના ભાણવડમાં 12 મિમિ, કચ્છના અબડાસા અને બનાસકાંઠાના દાંતામાં 11 મિમિ, કચ્છના નખત્રાણા, બનાસકાંઠાના દાંતીવાડ, મહેસાણાના કડી, જામનગરના જામજોધપુર અને અમરેલીના જાફરાબાદમાં 10-10 મિમિ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 10મિમિથી વધારે વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
દેવભૂમિ દ્વારકાકલ્યાણપુર47
દેવભૂમિ દ્વારકાખંભાળિયા35
મહેસાણાખેરાલુ30
કચ્છગાંધીધામ24
પોરબંદરરાણાવાવ19
અમદાવાદસાણંદ19
કચ્છમાંડવી18
આણંદબોરસદ18
પાટણસિધ્ધપુર16
મહેસાણાજોટાણા16
પોરબંદરપોરબંદર15
કચ્છભચાઉ14
દેવભૂમિ દ્વારકાદ્વારકા14
અમદાવાદઅમદાવાદ શહેર14
આણંદતારાપુર14
ગાંધીનગરગાંધીનગર13
સાબરકાંઠાતલોદ12
દેવભૂમિ દ્વારકાભાણવડ12
કચ્છઅબડાસા11
બનાસકાંઠાદાંતા11
કચ્છનખત્રાણા10
બનાસકાંઠાદાંતીવાડા10
મહેસાણાકડી10
સાબરકાંઠાપ્રાંતિજ10
જામનગરજામજોધપુર10
અમરેલીજાફરાબાદ10