જમીન-પાણીનું પૃથ્થકરણ:ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની જમીન-પાણીનું પૃથ્થકરણ સેકટર-15માં આવેલી જમીન ચકાસણી પ્રયોગશાળા કરી આપશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રત્યેક નમુના દીઠ 15 રૂપિયા ફી ચલણથી બેન્કમાં ભરવાની રહેશે

ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવી શકે તે માટેની સુવિધા મદદનીશ ખેતી નિયામક દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની જમીન અને પાણીનું પૃથ્થકરણ સેકટર- 15 ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળામાં કરાવી શકે છે.

આ પ્રયોગશાળામાં જમીન અને પાણીના નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવે છે. જમીનના પૃથ્થકરણથી જમીનની તાસીર જાણી શકાય છે. તેમજ ખુટતા પોષક તત્વોની ખબર પડે છે. જેથી જરૂર પુરતાં ખાતરો આપવાથી ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. અને પાક ઉત્પાદનનો ખર્ચ ઘટાડી શકાય છે.

જે ખેડૂતો પોતાની જમીન તથા પાણીનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય તો, યોગ્ય પદ્ધતિથી નમૂનો લઇ, મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી પ્રયોગશાળા, સેકટર- 15, ગાંધીનગર (ગ-5 સર્કલની નજીક) ખાતે નમૂનો જમા કરાવવાનો રહેશે. પ્રત્યેક નમુના દીઠ 15 રૂપિયા ફી ચલણથી બેન્કમાં ભરવાની રહેશે. ત્યારબાદ નમુનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. મદદનીશ ખેતી નિયામક, ગાંધીનગરે જિલ્લાના ખેડૂતો જમીન ચકાસણીનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...