ACBની સફળ ટ્રેપ:ગાંધીનગર કલેકટર કચેરીનો લેન્ડ સર્વેયર એક લાખની લાંચ લેતા ઝડપાયો, ડિકોયરની મદદથી ટ્રેપ કરવામાં આવી

ગાંધીનગર7 મહિનો પહેલા
  • રિસર્વેની અરજીઓમાં ક્ષતિઓ સુધારી ઝડપી નિકાલ કરવાના અવેજ પેટે લાંચ માગતો હોવાની ફરિયાદો ઉઠી હતી

ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીની જમીન દફતર શાખાનો સિનિયર લેન્ડ સર્વેયર (શિરસ્તેદાર) અતુલ કનૈયાલાલ વ્યાસ આજે એક લાખની લાંચ લેતાં એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગર એસીબીને ખાનગી રાહે એવી હકીકત મળેલ કે,કલેક્ટર કચેરી ખાતે આવેલ જિલ્લા જમીન દફતરની કચેરીમાં રી-સર્વે રેકર્ડ પ્રમોગલેશન અન્વયે આવેલ અરજીઓમાં ક્ષતિઓ સુધારવા અંગેની કામગીરી કરવા સુધારો કરી ઝડપી નિકાલ કરવા અધિકારી અને કર્મચારીઓ દ્વારા અરજદારોની આવેલ રી-સર્વે ની અરજીઓમાં ક્ષતિઓ સુધારી ઝડપી નિકાલ કરવાના અવેજ પેટે રૂ.50,000/- થી રૂ.1,00,000/- સુધીની સુધીની લાંચ ઉઘરાવવામાં આવી રહી છે .

જે મળેલ હકીકતની સત્યતા તપાસવા માટે રી-સર્વે કામની અરજી આપેલ અરજદારનો એસીબીએ સંપર્ક કરી ડિકોયર તરીકે સાથ સહકાર મેળવવામાં આવ્યો હતો. બાદમાં ડિકોયરની રી-સર્વેના કામની અરજીમાં ક્ષતિઓનો સુધારો કરી ઝડપી નિકાલ કરવા જિલ્લા જમીન દફતરની કચેરીના અતુલ વ્યાસનો સંપર્ક કર્યો હતો.

ત્યારે અતુલ વ્યાસે ડિકોયર પાસે એક લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ડિકોયર આપવા માંગતા ના હોય એસીબીનાં મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ પીઆઈ એસ.ડી.ચૌધરીએ કલેક્ટર કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. બાદમાં ડિકોયર સાથે અતુલ વ્યાસે હેતુલક્ષી વાતચીત કરી 1 લાખની લાંચ સ્વીકારવામાં આવી હતી. એ દરમ્યાન જ એસીબીની ટીમે લાંચીયાં અતુલ વ્યાસને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. બીજી તરફ એસીબી કલેક્ટર કચેરીમાં ત્રાટકતા જ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

50 હજારથી 1 લાખ લેવાતા હોવાની રાવ હતી!
ગાંધીનગર ખાતે રી-સર્વે રેકર્ડ પ્રમોગલેશન અન્વયે આવેલ અરજીઓમાં ક્ષતિઓ સુધારવા અંગેની કામગીરી થાય છે. અધિકારી-કર્મચારીઓ દ્વારા અરજદારોની આવેલ રી-સર્વે ની અરજીઓમાં ક્ષતિઓ સુધારી ઝડપી નિકાલ કરવા 50 હજારથી લઈને 1 લાખ લેવાતા હોવાની ફરિયાદો હતી. જેને પગલે સત્યતા તપાસવા એસીબી દ્વારા જ રી-સર્વે કામની અરજી આપેલ અરજદારનો સંપર્ક કરી ડિકોયર તરીકે મદદ લીધી હતી. જેમાં આરોપીએ તેની પાસેથી 1 લાખની લાંચ માંગતા તે ઝડપાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...