રિમાન્ડ મંજૂર:જમીનદલાલને મોતને ઘાટ ઉતારનારા મિત્રના 5 દિવસના રિમાન્ડ મંજૂર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલ ઉપર બેસાડી ધક્કો માર્યો હતો

દહેગામના વાસણા રાઠોડ ગામની સીમમા આવેલા માવાણી ફાર્મમા રહેતા અને જમીન દલાલીનુ કામ કરતા યુવકનુ તેના જ મિત્રએ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ત્યારે આરોપીને ડભોડા પોલીસ દ્વારા બુધવારે કોર્ટમા રીમાંડ માટે રજૂ કર્યો હતો. જેમા પોલીસે 10 દિવસના રીમાંડ માગ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા 5 દિવસના રીમાંડ મંજૂર કરવામા આવ્યા હતા. મળતી માહિતી મુજબ વાસણા રાઠોડ ગામમા આવેલા માવાણી ફાર્મમા રહેતો પાર્થ કમલેશભાઇ ઠાકોર જમીન દલાલીનો વ્યવસાય કરતો હતો.

4 મેના રોજ ઘરેથી કાર લઇને નિકળ્યા બાદ તેનો મૃતદેહ 6 મેના રોજ અમિયાપુર કેનાલમાંથી મળી આવ્યો હતો. જ્યારે કાર નિકોલ પોલીસ મથક વિસ્તારમાંથી અડધી સળગેલી હાલતમા મળી આવ્યા પછી પરિવારે મર્ડરની શંકા વ્યક્ત કરી હતી. આ બાબતે ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કર્યા પછી આરોપી તેનો મિત્ર નિકળ્યો હતો. નરોડામા આવેા સ્વામિનારાયણ ફ્લેટમા રહેતા ચિરાગ વિનોદ પટેલની ધરપકડ કરી હતી. ડભોડા પોલીસના પીએસઆઇ એ.એ.વછેટા દ્વારા આરોપીને બુધવારે રીમાંડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. વધારે તપાસ માટે આરોપીના કોર્ટમા 10 દિવસના રીમાંડ માગવામા આવ્યા હતા. જ્યારે કોર્ટે 5 દિવસના રીમાંડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...