ઉપરવાસમાં વ્યાપક વરસાદ:લાકરોડા ડેમમાં પ્રતિ મિનિટ 255 ક્યુસેક પાણીની આવક

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં વરસાદ પડવાથી લાકરોડા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ઉપરવાસમાં વરસાદ પડવાથી લાકરોડા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું.
  • ઉપરવાસમાં 2 દિવસ પડેલા વ્યાપક વરસાદને કારણે લાકરોડા ડેમમાં 1 મીટર પાણી આવ્યું, 4 સેન્ટીમીટર ઓવરફ્લો
  • ડેમના દરવાજા બંધ કરી 3 મીટર સુધી પાણીનો સંગ્રહ કરાશે : માણસા-પ્રાંતિજનાં 10 ગામોનાં ભૂગર્ભ જળ ઊંચાં આવશે

ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે સૂકા બનેલા વેકળા વહેતા થતાં સાબરમતી નદીમાં પાણી આવ્યું છે. આથી લાકરોડા ડેમ હાલમાં 1 મીટર ભરાઈ જતાં ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલમાં પ્રતિ મિનિટ 255 ક્યુસેક પાણીની આવકની સાથે 255 ક્યુસેક પાણીની જાવકથી ડેમ 4 સેન્ટીમીટર ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમના દરવાજા બંધ કરીને કુલ 3 મીટર સુધી ડેમને ભરવામાં આવશે. ડેમ સંપૂર્ણ 3 મીટર ભરાવાથી માણસા તાલુકાનાં દસેક અને પ્રાંતિજ તાલુકાનાં દસેક ગામોનાં ભૂગર્ભ જળ ઊંચાં આવે છે. .

ભાદરવા માસમાં વરસાદના આગમનની સાથે 2 દિવસથી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સૂકા રહેતા વેકળામાં પાણી આવતાં તે સાબરમતીમાં ઠલવાયું છે. આથી લાકરોડા ડેમની આગળ નદી બે કાંઠે ભરચક બની છે. ઉપરાંત 10 સપ્ટેમ્બર સુધી ખાલીખમ રહેલો લાકરોડા ડેમ હાલમાં ઓવરફ્લો થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદથી લાકરોડા ડેમમાં પ્રતિ મિનિટ 255 ક્યુસેક પાણીની આવક છે. આથી ડેમ 4 સેન્ટીમીટર ઓવરફ્લો થતાં 255 ક્યુસેક પાણીની જાવક છે. જોકે ડેમની ઉપર કુલ 60 દરવાજામાં 8 વર્ટિકલ ગેટ અને 52 સ્ટોપલૉક ગેટ છે.

ચોમાસાની સીઝનની શરૂઆતમાં ડેમના 52 સ્ટોપલૉક ગેટ ખુલ્લા રાખવામાં આવે છે. આથી ઉપરવાસમાંથી પાણીની આવકથી ડેમને નુકસાન ન થાય તેમજ ડેમ ઓવરફ્લો થઈને પાણી વહી જાય. જોકે ડેમની કુલ 3 મીટરની ઊંડાઈ હોવાથી તેના સ્ટોપલૉક ગેટ ખુલ્લા રાખવાથી ડેમમાં 1 મીટર પાણીનો સંગ્રહ થાય છે. ગત વર્ષે ડેમ એક જ વખત ઓવરફ્લો થયો હતો.

44 કૂવા અને 70 ટ્યૂબવેલનાં તળ ઊંચાં આવશે
ડેમના એન્જિનિયર સુનીલ પટેલે જણાવ્યું કે નિયમ મુજબ ચોમાસાના પ્રારંભમાં ડેમના સ્ટોપલૉક ગેટ ખુલ્લા રાખવામાં આવે છે. વરસાદની વિદાય સમયે 15 સપ્ટેમ્બરથી સ્ટોપલૉક ગેટ બંધ કરીને ડેમ ભરવામાં આવે છે. ડેમ 3 મીટર ભરવાથી માણસા તેમજ પ્રાંતિજ તાલુકા સુધી પાણી સંગ્રહિત રહે છે. આથી 44 કૂવા અને 70 ટ્યૂબવેલનું ભૂગર્ભજળ ઊંચું આવવાથી ફાયદો થતો હોવાનું ડેમના એન્જિનિયરે જણાવ્યું છે. આખો શિયાળો પાણી રહેતું હોવાથી ભૂગર્ભજળ માટે ફાયદાકારક બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...