તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસના સદસ્યોમાં રોષ:જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યોને મોવડી મંડળનો સપોર્ટ કે માર્ગદર્શનનો અભાવ

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટાયેલા સદસ્યો 2 વખત મળવા ગયા પરંતુ પક્ષનું કાર્યાલય બંધ હોવાની ચર્ચા

ગાંધીનગર જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત મતદારોએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપીને સત્તા સોંપી છે. જ્યારે કોંગ્રેસના સદસ્યોને વિપક્ષમાં બેસવાની ફરજ પડી છે. ત્યારે જિલ્લા પંચાયતના સત્તા સંભાળ્યા બાદ શાસક પક્ષ ભાજપ દ્વારા બે વખત સામાન્ય સભા બોલાવવામાં આવી છે. બન્ને સામાન્ય સભામાં વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના સદસ્યોને બોલવાની તક આપતા જ નથી. ઉપરાંત સતત ઉપેક્ષા જ કરવામાં આવી રહી છે. આથી કોંગ્રેસના સદસ્યોમાં રોષ ઉઠવા પામ્યો છે.

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉપેક્ષા થતી હોવા છતાં જિલ્લા કોંગ્રેસના મોવડીઓ દ્વારા કોઇ જ સહયોગ આપવામાં આવતો નથી. ઉપરાંત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ચુંટાયા હોવા છતાં સામાન્ય સભામાં હાજર પણ રહેતા નથી. જ્યારે જિલ્લા પંચાયતના ચુંટાયેલા કોંગ્રેસના સદસ્યો જિલ્લાના મોવડીઓને મળવા માટે બે વખત પક્ષના કાર્યાલય ખાતે ગયા હતા. તેમ છતાં કાર્યાલય બંધ હોવાથી તેઓની ઉપેક્ષા કરવામાં આવતી હોય તેવો ગણગણાટ જિલ્લા પંચાયતના ચુંટાયેલા સદસ્યોમાં ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...