તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના પૈકી ગાંધીનગર શહેર વિકાસ સત્તા મંડળ GUDA ધ્વારા કુડાસણમાં બાંધવામાં આવેલ શ્યામા પ્રસાદ મુખરજીનગરને બી. યુ. પરવાનગી મળી ન હોવા છત્તાં લાભાર્થીઓને અંધારામાં રાખી પજેશન આપી દેવામાં આવ્યા છે. ત્યારે બી.યુ. પરમિશન વિના મકાનનો દસ્તાવેજ નહીં થવાથી , ફાયર NOC તેમજ 17 લાખ ચૂકવી દીધાં પછી GUDA ધ્વારા જમીન નાં ભાડાં પેટે રૂા. 5 પ્રતિ ચો. મી. નાં ટોકન દરે કિંમત વસૂલવા માટે લેખિત બાંહેધરી માંગવામાં આવતાં ફલેટ માલિકો આડકતરી રીતે ભાડૂઆત બની ગયાં છે.
સરકાર દ્વારા વિવિધ શહેરોમાં ગરીબ પરિવારો માટે આવાસ યોજના બનાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે પણ આવાસ બાંધવામાં આવ્યા છે.જેમાં રાયસણ તેમજ કુડાસણ ખાતે GUDA દ્વારા બે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી હતી અને ત્યાં હાલ ફાળવણી થઈ જતાં લોકો રહેવા માટે પણ આવી ગયા છે. ત્યારે કુડાસણની શ્યામા પ્રસાદ મુખરજીનગર કો.ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ આશાબેન શર્મા જણાવ્યું હતું કે, 'ગુડા' ધ્વારા વર્ષ 2019 માં MIG- 1 નાં લાભાર્થીઓને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ચાવી સોપવામાં આવી હતી. અને 360 લાભાર્થીઓએ પજેશન મેળવી રહેવાનું પણ શરૂ કરી દીધું છે. થોડો સમય વિત્યા બાદ વસાહતીઓને ખબર પડી કે GUDA દ્વારા કુડાસણમાં શ્યામા પ્રસાદ મુખરજીનાં નામે ઉભી કરાયેલી વસાહત પાસે બિલ્ડીંગ યુઝર પરમિશન (બિયું) જ નથી. સરકારનાં નિયમ મુજબ બિયું પરમિશનનાં હોંય તે ઈમારતોનું પજેશન આપી શકાય નહીં. તેમ છત્તાં GUDA એ પજેશન આપી દીધાં છે. GUDAએ પ્રસિદ્ધ કરેલ ફોર્મમાં વેંચાણ દસ્તાવેજ કરી આપીશું તેવો ઉલ્લેખ કર્યો હતો બાદમાં હવે દસ્તાવેજની જગ્યાએ 'લીઝ એગ્રીમેન્ટ' કરી આપે છે. વેચાણ દસ્તાવેજ પેટે રૂા. 1.25 લાખ લીધાં પછી રૂ. 300 માં થતો લીઝ એગ્રીમેન્ટ GUDA ધ્વારા ફ્લેટ ધારકોને કરી આપવામાં આવી રહ્યો છે.
ટોકન દરે પ્રતિ ચો.મી. જમીનનાં ભાડા પેટે કિંમત વસૂલવામાં આવી રહી છે
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ ધ્વારા તારીખ 17-2-2019 ની 66 બોર્ડ બેઠક સૂચિમાં ઠરાવ કરીને પ્રતિ ચોમી લેખે પાંચ રૂપિયાના ટોકન દરે તમામ ફ્લેટ ધારકો પાસેથી જમીનનાં ભાડાં પેટેની રકમ તેમજ તેમાં દર પાંચ વર્ષે 5% નોં વધારો કરવો, તેવો ઠરાવ કરી લાભાર્થીઓને અંધારામાં રાખવામાં આવ્યા હોવાનું કહી શ્યામા પ્રસાદ મુખરજીનગરનાં પ્રમુખ આશાબેન શર્માએ વધુ જણાવ્યું હતું કે, જે જગ્યાના અમો સૌ માલિક નથી તેમ છત્તાં તેની સ્ટેમ્પ ડયુટી લેવામાં આવી છે. જે રીતે જમીન ભાડાં પેટે રકમ લેવામાં આવે છે તે જોતાં MIG-1 નાં ફ્લેટ ધારકોની હાલત એક રીતે ભાડૂઆત જેવી થઈ ગઈ છે. GUDA ધ્વારા લેખિત નહીં પણ માત્ર મૌખિક કહેવાયું છે કે જમીનનાં ભાડા પેટે મેન્ટેનન્સ ની રકમમાંથી લેવામાં આવશે.
'એપ્રિલમાં યોજાનાર ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે'
GUDAનાં અટપટા નિયમ મુજબ ગુડા પોતાનાં હસ્તકની જમીનનું વેચાણ કરી શકે નહીં માત્ર તેનાં ઉપર બાંધવામાં આવેલ બાંધકામનો જ દસ્તાવેજ એ પણ લીઝ એગ્રીમેન્ટ કરી શકે તેમ શ્યામા પ્રસાદ મુખરજી નગરના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર 6 નાં કોર્પોરેટર હિરલબેન જોશીના પતિ ઉત્પલ જોશીએ કહ્યું કે,અવારનવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. આગામી દિવસોમાં GUDA ધ્વારા આ બાબતએ ઘટતી કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઈકોર્ટમાં PIL દાખલ કરીને એપ્રિલ મહિનામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનોં શ્યામા પ્રસાદ મુખરજી નગર વસાહતીઓ બહિષ્કાર કરશે.
મુખ્યમંત્રી ગૃહ નિર્માણ બોર્ડની પોલિસી મુજબ કામગીરી થઈ રહી છે :ડેપ્યુટી કલેકટર
શ્યામા પ્રસાદ મુખરજી નગર સબબ શહેરી વિકાસ સત્તા મંડળના ડેપ્યુટી કલેકટર કુસુમબેન પ્રજાપતિએ divya bhaskar સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે, બિલ્ડીંગના બિયું પરમિશનની કાર્યવાહી ઈન્ફ્રા શાખાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધ્વારા કરવામાં આવતી હોય છે. વર્ષ 2014 ની મુખ્યમંત્રી ગૃહ નિર્માણ પોલિસી મુજબ જ કામગીરી કરવામાં આવી રહી છે. શ્યામા પ્રસાદ મુખરજી નગરના સભ્યોને સરકારની પોલિસી વિશે સમજણ પાડીને તેની pdf કોપી પણ આપવામાં આવી છે. યુ ડીડી નાં GR માં લખેલ મુજબ જમીનનાં ભાડાં પેટે ટોકન દરે કિંમત લેવામાં આવે છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.