પરિવારજનોને ન્યાય મળ્યો:ગાંધીનગરના પૂર્વ મેયરનાં બિલ્ડિંગમાં ભેખડ ધસી પડવાથી એકના મોતનો મામલો, 14 લાખનું વળતર ચૂકવવા લેબર કોર્ટનો આદેશ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે કે ઈન્ફ્રા નામનું કોમર્સિયલ બિલ્ડીંગ શરૂઆતથી જ વિવાદમાં સપડાયું હતું
  • બેઝમેન્ટની ખોદકામ વખતે બિલ્ડિંગમાં ભેખડ ધસી પડતા બે યુવકો દટાયા હતા

ગાંધીનગરના પૂર્વ મેયરનાં સેક્ટર -11 માં આવેલા જે કે ઈન્ફ્રા નામની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ભેખડ ધસી પડતાં એક યુવકનું મોત થયું હતું. આ પ્રકરણમાં લેબર કોર્ટે પૂર્વ મેયરના પતિ અને કન્સ્ટ્રક્શન સાઈટનાં વહીવટકર્તા કેતન પટેલને પેનલ્ટી સહિત 14 લાખનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
ગાંધીનગરનાં પૂર્વ મેયરનું સેક્ટર -11માં આવેલું જે કે ઈન્ફ્રા નામનું કોમર્સિયલ બિલ્ડીંગ શરૂઆતથી જ વિવાદમાં સપડાયું છે. ગાંધીનગરના સેક્ટર - 11 માં જે. કે. ઈન્ફ્રા દ્વારા સ્કાય લાઈન બિલ્ડિંગનું કામકામ 2018માં શરૂ કરાયું હતું અને તા. 23 જુન 2018ના રોજ રાત્રે 10 વાગ્યાના સુમારે બેઝમેન્ટની ખોદકામ વખતે અહીં ભેખડ ધસી પડી હતી. જેમાં જિગ્નેશ અને સચીન નામના બે શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક પહોંચેલી ફાયર બ્રિગેડે ભારે જહેમતથી બહાર કાઢીને સિવિલ ખસેડ્યા હતા. જોકે, તે પહેલાં જિગ્નેશ ભરતભાઈ મછારનું મોત થઈ ગયું હતું. જે અંગે પહેલાં અકસ્માતે મોતની નોંધ અને તે બાદ સાપરાધ મનુષ્ય વધ અને એટ્રોસિટી એક્ટ હેઠળ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

બિલ્ડરે વળતર ન ચુકવતા મામલો લેબર કોર્ટમાં પહોંચ્યો હતો
આ ઘટનામાં 17 વર્ષના યુવકના મોત બાદ પણ બિલ્ડર દ્વારા વળતર ન ચુકવાતા સમગ્ર મામલો લેબર કોર્ટમાં પહોંચ્યો હતો. જે અંગે કોર્ટે મૃત્ય અન્વયે 9 લાખ 19 હજાર 960 રૂપિયા વળતર અને 4 લાખ 59 હજાર 980 પેનલ્ટી ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...