તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુડાસણ મર્ડર:હુમલા બાદ ભાગેલા આરોપીઓએ છરો કેનાલમાં નાખ્યો હતો

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાંદેસણના યુવકના મોત કેસમાં 6 આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર

ન્યૂ ગાંધીનગરમાં કુડાસણમાં અપના અડ્ડા પાસે રાંદેસણના યુવકની હત્યાના કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજૂ ફરાર છે. 25 નવેમ્બરની વહેલી સવારે સવારે 5 વાગ્યે યુવતીઓનો પીછો કરવા જેવી બાબતે થયેલી મારામારીમાં રાંદેસણના કેતનસિંહ ગોહિલનું મોત થયું હતું.

જે કેસમાં ઈન્ફોસિટી પોલીસે શુક્રવારે વૈષ્ણોદેવી સર્કલથી એપોલો સર્કલ વચ્ચેથી શક્તિસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા (મકાન નં-15 શરણમ વિણા બંગલોઝ, સાણંંદ), શક્તિસિંહ શૈલેન્દ્રસિંહ ચૌહાણ (મકાન નં-56 આલોક બંગલોઝ, સાણંદ), ચેતનસિંહ વાઘેલા (વાઘેલા ફળીયુ, રજોડા ગામ, બાવળા), હાર્દિક પરમાર (મકાન નં- એફ-303, શ્રીનંદનગર વિભાગ-4, વેજલપુર), પ્રણવ ભૂપેન્દ્રભાઈ ગીલકર (મકાન નં-8, શ્રીનંદનગર, વિભાગ-2, વેજલપુર) તથા યશપાલસિંહ કિરીટસિંહ વાળા (જી-24, પાર્વતીકુંજ, નવા વેજલપુર)ને ઝડપી કોર્ટમાં રજૂ કરાતાં આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપીઓએ હુમલો કર્યા પછી ભાગ્યા હતા તે સમયે આરોપીઓએ છરા, ધોકા સહિતની હથિયારો રસ્તામાં આવતી નર્મદા કેનાલમાં ફેંકયા હતા. જોકે હુમલાખોરો જે ગાડીઓમાં આવ્યા હતા તેનો હજૂ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. જેથી રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરીને તેઓને કાર અંગે ભાળ મેળવશે.

અન્ય સમાચારો પણ છે...