સુવિધા:મહાત્મા મંદિરમાં 15મીથી ફરી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે, વાઈબ્રન્ટ માટે નવેમ્બરમાં હોસ્પિટલ બંધ કરી દીધી હતી

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની સંભિવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મહાત્મા મંદિરમાં નવેમ્બર, 2021માં બંધ કરાયેલી 900 બેડની કોવિડ હૉસ્પિટલ 15 જાન્યુઆરીથી ફરી શરૂ કરાશે. વાઇબ્રન્ટ સમિટ યોજવાની હોવાથી હૉસ્પિટલ બંધ કરવા સરકારે આદેશ આપ્યો હતો ત્યારે કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધતાં સરકારે ફરીથી વાઇબ્રન્ટ સમિટ પછી હૉસ્પિટલ શરૂ કરવા આદેશ આપ્યો છે. આ હૉસ્પિટલ મે, 2021ના અંતમાં તૈયાર કરાઈ હતી અને સાડા પાંચ મહિના બાદ 10 નવેમ્બર, 2021એ આટોપી લેવાઈ હતી. હવે માત્ર 2 મહિનામાં જ ફરી ઊભી કરાશે.

ઓક્સિજનનો 300 ટનનો પ્લાન્ટ પણ હતો
દર્દીઓને ઑક્સિજનનો સપ્લાય મળી રહે તે માટે 300 ટનનો પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો હતો. સાથે જ ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરશે, તેવી ભીતિને પગલે બાળકો માટે પણ ખાસ બેડની સુવિધા ઊભી કરાઈ હતી. ઉપરાંત તબીબો, નર્સિંગ, લેબોરેટરી તેમજ વર્ગ-4ના કર્મચારીઓની ભરતી કરવાના પણ આદેશો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...