કાર્યવાહી:કોબા દિલ્હી પબ્લિક સ્કૂલ બસનો ડ્રાઇવર નશાની હાલતમાં પકડાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોબા અડાલજ રોડ ઉપર આવેલી દિલ્લી પબ્લિક સ્કૂલનો બસ ડ્રાઇવર પીધેલી હાલતમા પકડાયો હતો. અડાલજ પીસીઆર વિસ્તારમાં ફરી રહી હતી. તે દરમિયાન ઇન્દીરા બ્રિજ પાસે બસ આવતા આડી અવળી ચલાવતા ચાલકને રોકવામા આવ્યો હતો. તપાસ કરતા દારુ પીધેલો હોવાનુ સામે આવતા ફરિયાદ કરાઇ હતી. જોકે બસમાં બાળકો હતા નહીં.

મળતી માહિતી મુજબ અડાલજ પોલીસ મથકની પીસીઆરની ટીમ પોલીસ મથક વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન ભાટ મધર ડેરી સામે ઇન્દીરાબ્રિજ તરફ જતા ઢાળ ચડતા સમયે ડીપીએસ બસ નંબર જીજે 18 એક્સ 2006નો ચાલક હિતેશ હરિભાઇ પરમાર (પોર, ગાંધીનગર) સર્પાકાર રીતે ચલાવતો હતો. જેને લઇને બસને રોકવામાં આવી હતી અને ચાલકને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને તેનુ મોઢુ સુંઘવામા આવતા દારુની વાસ આવતી હતી. જેને લઇને પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...