એકતરફી પ્રેમમાં ઘાતકી હત્યા:સગીર વિદ્યાર્થિની મૃત્યુ ન પામી ત્યાં સુધી કિશને વજનદાર પથ્થરના ઘા માર્યા

કોટા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિયાના પરિણીત યુવાને કોટામાં છત્તીસગઢની છાત્રાની હત્યા કરી હતી
  • કોટા પહોંચીને વિદ્યાર્થિનીએ સંબંધ ન રાખવાનું કહેતાં કિશને હત્યા કરીને આત્મહત્યા કરવા નક્કી કર્યું હતું

કોટામાં અભ્યાસ કરતી છત્તીસગઢની સગીર વિદ્યાર્થિનીના એકતરફી પ્રેમમાં પડેલા પ્રાંતિયાના 22 વર્ષીય પરિણીત યુવાને 6 જૂને છાત્રાની ઘાતકી હત્યા કરી હતી. પ્રાંતિયાથી ઝડપાયેલા યુવકે સ્થાનિક પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હતી. કોટાના પોલીસ વડાએ ઘાતકી અને ક્રૂર હત્યા વિશે આપેલી માહિતી પ્રમાણે કિશન વિનુજી ઠાકોર સગીરાની હત્યા કરીને આત્મહત્યા કરવાના બદઇરાદા સાથે જ પ્રાંતિયાથી કોટા આવ્યો હતો.

સગીરાની ઘાતકી હત્યા કરતાં પહેલાં અને પછી કિશને ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હતી. પૂછપરછ દરમિયાન કિશને કરેલી ચોંકાવનારી કબૂલાત અંગે કોટાના એસપી કેસરસિંહ શેખાવતે જણાવ્યું હતું કે કિશન અને સગીર વિદ્યાર્થિની એક વર્ષથી ઓનલાઇન ગૅમ ફ્રી ફાયર થકી પરિચયમાં આવ્યાં હતાં. બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરી હતી અને વાતચીતનો દોર પણ શરૂ થયો હતો. ત્યાર પછી વિદ્યાર્થિની કોટા આવીને અભ્યાસમાં ધ્યાન આપવા લાગી અને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.

આ સાંભળીને સગીરાની હત્યા કરીને આત્મહત્યા કરી લેવાની કિશનના મગજ પર ધૂન સવાર થઈ હતી. કોટાના જંગલમાં લઈ જઈને તેણે સગીરા મૃત્યુ ન પામી ત્યાં સુધી તેના પર પથ્થરોના ઘા ઝીંક્યા હતા.અને તેની હત્યા કરી નાખી હતી.

છેલ્લી વાર મળવાના બહાને બોલાવી સંબંધ બાંધ્યો હતો
સગીરા સંબંધ રાખવા ન ઇચ્છતી હોવાથી કિશનને તેના પ્રત્યે ભારોભાર રોષ હતો અને એટલે જ વિદ્યાર્થિનીની હત્યા કરીને આપઘાત કરવાના ઇરાદે જ કિશન પ્રાંતિયાથી કોટા આવ્યો હતો. તે કોટાની હોટલ વૈષ્ણવીમાં ઉતર્યો અને ત્યાં એક રૂમ બુક કરાવ્યો હતો. તેણે વિદ્યાર્થિનીનો કૉલ કરીને છેલ્લી વાર મળવા માટે બોલાવી હતી.

વિદ્યાર્થિની આવી એટલે તેને રૂમમાં લઈ જઈને શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. કિશને ફરવા લઈ જવાનું કહેતાં વિદ્યાર્થિની તૈયાર થઈ ગઈ અને બંનેએ ગુગલ પર ફરવાનું સ્થળ શોધ્યું હતું, તેના આધારે કોટા ડેમ જવા માટે ભાડેથી બાઇક લીધું હતું. બંને જંગલમાં ફર્યાં પરંતુ કિશનના મનમાં સગીરા પ્રત્યેનો ગુસ્સો શાંત થયો નહોતો.

અન્ય સમાચારો પણ છે...