વૃક્ષોનું નિકંદન:વાઈબ્રન્ટ સમિટની સુંદરતા વધારવા 5 વૃક્ષોની હત્યા

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલમાં સેક્ટર-17 ખાતે રસ્તા પહોળા કરવા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. - Divya Bhaskar
હાલમાં સેક્ટર-17 ખાતે રસ્તા પહોળા કરવા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે.
  • સેક્ટર-17માં રસ્તા પહોળા કરવા 40 વૃક્ષનું નિકંદન થઈ જશે!
  • વિકાસના નામે ગ્રીનસિટી ગાંધીનગરમાં થઈ રહેલાં વૃક્ષોના છેદન સામે પ્રકૃતિપ્રેમીઓ ચૂપ રહેતાં સવાલો

ગ્રીનસિટી ગણાતા ગાંધીનગરમાં વિકાસના નામે એક પછી એક વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સેક્ટર-17 ખાતે વૃક્ષો કપાઈ રહ્યાં છે. ગાંધીનગર વાઈબ્રન્ટને લઈને તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સે-17 એક્ઝિબિશન સેન્ટર પાસે રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં શનિવારે જ અહીં પાંચેક જેટલા ઝાડનું નિકંદન કઢાયું હતું.

સેક્ટર-17 રિંગરોડ અને આસપાસના વિસ્તારોમાં રસ્તામાં નડતરરૂપ 40 જેટલા વૃક્ષો કાપવામાં આવશે. શહેરના વિકાસમાં રસ્તાઓ પહોંળા કરવા અનેક સ્થળે વર્ષો જૂના વૃક્ષોનું કાપવાની નીતી કોઈ નવી વાત નથી. રોપાની માવજત અને કાળજી રાખીને તેમાંથી તૈયાર થયેલાં ઘટાદાર વૃક્ષો પાટનગરને હરીયાળું બનાવે છે. જ્યારે બીજી તરફ આંધળા વિકાસના નામે લીલાછમ વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. આ પહેલાં સે-22માં રીંગરોડને ફોરલેન બનાવવા માટે વૃક્ષોને કાપવાનો સ્થાનિક અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ કરાયો હતો. લોકોના વિરોધને પગલે અમુક વૃક્ષો કાપ્યા નથી. અગાઉ સેક્ટર-11માં જીએસપીસી ગેસ કંપનીની બિલ્ડીંગની પાછળ નવીન પ્રાંત કચેરી બની રહી છે. જેમાં 72 લીલા વૃક્ષોને કાપી નાંખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...