ફરિયાદ:ઉનાવામાં કટલરીની લારી ચલાવતા વેપારીને માર માર્યો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમારો રસ્તો છે કહી જાતિ વિષે અપમાન કર્યું
  • પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

ઉનાવા ગામમા રહેતા અને કટલરીનો છુટક વેપાર કરતો વેપારી લારી લઇને નિકળ્યો હતો. તે દરમિયાન કહ્યુ હતુ કે, આ અમારો પ્રાઇવેટ રસ્તો છે, નિકળવાનુ નહિ કહીને માર મારી જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી માર માર્યો હતો. જેને લઇને વેપારીએ પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ રમેશ ગોવિંદભાઇ પરમાર (રહે, ઉનાવા, વણકરવાસ) ગામમા કટલરીનો છુટક વેપાર કરે છે. ત્યારે ગતરોજ યુવક પોતાની લારીમા કટલરીનો સામાન ભરીને વેપાર કરવા નિકળ્યો હતો.

તે દરમિયાન સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગમા આટામા રહેતા હાર્દિક ઉર્ફે હદિયો ભલાભાઇ પ્રજાપતિના ઘર આગળની નિકળી રહ્યો હતો. તે સમયે તેના ઘર સામે ઇકો કાર પડી હતી. જેની સાઇડમાંથી લારી લઇને નિકળી રહ્યો હતો. તે સમયે હાર્દિકે લારી લઇને વેપાર કરવા નિકળેલા વેપારીને કહ્યુ હતુ કે, આ અમારો પ્રાઇવેટ રસ્તો છે, અહિંયાથી નિકળવાનુ નહિ.

કહી જાતિ વિષયક શબ્દો બોલી કહેવા લાગ્યો હતો, એકવાર ના પાડી છતા નિકળે છે. તેમ કહીને લારીને ધક્કો માર્યો હતો અને ફેટ મારી હતી. જ્યારે પોલીસ કેસની વાત કરી ત્યારે પણ થાય તે કરી લેજે કહ્યુ હતુ. જેને લઇને વેપારીએ યુવક સામે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...