તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાઇકોસિસની બિમારી:મ્યુકરમાઇકોસિસના સારવાર માટે અપાતાં ઇન્જેક્શનથી કિડની ફેલ થવાની શક્યતા વધુ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બિમારીમાંથી ઝડપી સાજા થવા માટે સ્ટીરોઇડની દવાનો બેફામ ઉપયોગ કરતા હોય છે. આથી દર્દી કોરોનાથી મુક્ત થાય છે પરંતુ મ્યુકરમાઇકોસિસની બિમારી થવાની શક્યતા પણ વધી જાય છે. આથી મ્યુકરમાઇકોસિસની બિમારીવાળા દર્દીને આંખ અને નાકમાં બ્લેક ફુગ થાય છે. જ્યારે ફુગ જોવા મળે ત્યારે બાયોપ્સિ કરાવ્યા બાદ તેની સર્જરી કરીને દુર કરવામાં આવે છે.

સર્જરી કરીને દુર કર્યા બાદ દર્દીને આપવામાં આવતી દવાથી તેની કિડની ફેલ થવાની શક્યતાઓ વધી જાય છે. આથી દર્દીને મ્યુકરમાઇકોસિસની દવા ચાલતી હોય ત્યારે અને તે પછી પણ સમયાંતરે કિડનીના ટેસ્ટ કરાવવાથી ડેમેજ થઇ છે કે નહી તેની જાણ થાય છે તેમ સિવિલ હોસ્પિટલના ઇએનટી તબિબ ડો.નીરજા સૂરીએ જણાવ્યું છે.

મ્યુકરમાઇકોસિસવાળા દર્દીની સર્જરી કર્યા બાદ તેને સતત એક મહિના સુથી એમ્ફોપેરીસીન ઇન્જેક્શન આપવું પડે છે. જે દર્દીને દિવસમાં 3થી 4 વખત બિમારીના આધારે આપવા પડતા હોવાનું ઇએનટી તબિબ ડો.નિરજા સૂરીએ જણાવ્યું છે.

સપ્તાહમાં કે 10 દિવસે કિડનીનો ટેસ્ટ જરૂરી
મ્યુકરમાઇકોસિસની બિમારીની સારવાર લઇ રહેલા દર્દીને આપવામાં આવતા એમ્ફોપેરીસીન ઇન્જેક્શનથી કિડનીને નુકશાન કરે છે. આથી સારવાર લેતા દર્દીનો સપ્તાહમાં કે દસેક દિવસે રિનલ ફંક્શન ટેસ્ટ (કિડની)નો લોહીનો ટેસ્ટ કરાવવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...