ક્રાઇમ:સેક્ટર 26માં ટ્યૂશન જવા નીકળેલી કિશોરીનું અપહરણ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિતા કામ અર્થે ગયા હતા, દરમિયાન કિશોરી ઘરેથી નીકળી હતી

જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા કિશોરીઓને ભગાડી જવાના બનાવમા વધારો જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા જ આદરજ પાસેના એક ગામની કિશોરીને ભગાડી જવાની ફરિયાદ નોંધાઇ હતી. હવે સેક્ટર 26મા રહેતી અને ટ્યુશન જવા નિકળેલી કિશોરીની અપહરણની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમા નોંધાવા પામી છે. સેક્ટર 26માં રહેતી કિશોરીના પિતાએ સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલ સોમવારે તે ગાંધીનગર પાસે આવેલા એક ગામમા છૂટક મજૂરી કરવા ગયા હતા. જ્યારે સાંજના 7 વાગ્યાના અરસામા કામકાજ પતાવી ઘરે આવ્યા હતા.

તે સમયે તેમની પત્નિએ કહ્યુ હતુ કે, આપણી દિકરી સરોજ (નામ બદલ્યુ છે) બપોરે બે વાગે ટ્યુશન જવાનુ કહીને ઘરેથી નિકળી હતી. પરંતુ હજુ સુધી ઘરે પરત ફરી નથી. જેને લઇને પિતાએ ક્લાસીસમા તપાસ કરી હતી, પરંતુ ત્યાથી જવાબ મળ્યો હતો કે, આજે અહિંયા આવી જ નથી. ત્યારબાદ વતનમા અને સગા સબંધીઓને ત્યાં પણ પૂછતાસ કરવામા આવી હતી.

પરંતુ ત્યાંથી પણ અહિંયા આવી નથી તેવો જવાબ સાંભળવા મળ્યો હતો. તેના પિતાએ શંકા વ્યક્ત કરી હતી કે, એક પખવાડીયા પહેલા સરોજને અન્ય યુવક સાથે સેક્ટર 26મા જોઇ હતી. તે સમયે પિતા દિકરી પાસે જતા યુવક ભાગી ગયો હતો અને આ યુવક જ સરોજને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોય તેવી શંકા વ્યક્ત કરી છે. જેને લઇને સેક્ટર 21 પોલીસ મથકમા અજાણ્યા યુવક સામે ગુનો નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...