બીજો લોટ વેચાયો:કેશુબાપાની કાર 31 હજારમાં વેચાઈ, હવે સ્ક્રેપમાં જશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરાજીમાં 39 સરકારી વાહન 29.75 લાખમાં વેચાયાં
  • 10 કારનો એક લોટ 3.80 લાખ, બીજો લોટ 4 લાખમાં વેચાયો

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલની કાર સહિત 39 સરકારી વાહનની 13 સપ્ટેમ્બરે હરાજી કરાઈ હતી, જેમાં સરકારને રૂ. 29.75 લાખની આવક થઈ છે. કેશુબાપાની કાર રૂ. 31 હજારના ભાવે 10 કારના લોટમાં ખરીદાઈ હતી. આશરે અઢી વર્ષ પહેલાં પણ તેમની સરકારી કારને હરાજીમાં મૂકવામાં આવી હતી પરંતુ તે સમયે કોઈએ ખરીદી નહોતી. હાલમાં જ 39 સરકારી વાહનની ઓનલાઇન હરાજી કરાઈ હતી, જેમાં ઇનોવા, ફોર્ડ આઇકોન, ઓપેલ એસ્ટ્રા, મારૂતિ એસ્ટીમ અને શેવરોલે ઓપ્ટ્રા સહિતની કાર સમયમર્યાદા વટાવી ચૂકી હોવાથી તેની હરાજી કરાઈ હતી.

13 સપ્ટેમ્બરે હરાજી થઈ હતી, જેમાં 39 કાર 29.75 લાખમાં વેચાઈ હતી. આ હરાજીમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલની સરકારી કાર ફોર્ડ આઇકોન (જીજે 18 જી 9941) સહિત 9 કારને લોટમાં વેચાણ અર્થે મૂકવામાં આવી હતી ત્યારે બાપાની કાર સહિતનો લોટ માત્ર રૂ. 2.80 લાખમાં ભંગારના ભાવે ખરીદાયો હતો અને બાપાની કારની કિંમત માત્ર રૂ. 31 હજાર ઉપજી હતી. ઉપરાંત 10 ઇનોવા કાર સૌથી ઓછા રૂ. 1.20 લાખ અને સૌથી વધુ રૂ. 2.71 લાખમાં વેચાઈ હતી. તમામ ઇનોવા કાર 19.15 લાખમાં હરાજીમાં વેચાઈ હતી.

10 કારનો પહેલો લોટ 3.80 લાખ, 10 કારનો બીજો લોટ 4 લાખમાં વેચાયો હતો. કેન્દ્ર સરકારે જૂનાં વાહનો માટે સ્ક્રેપ પૉલિસી લાગુ કરતાં ગાંધીનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં 10 વર્ષ જૂનાં વાહનોના નિકાલ માટે લોકોમાં પૂછપરછનો દોર શરૂ થયો છે. આ મુદ્દે લોકોમાં હજી અનેક પ્રકારની શંકા-કુશંકા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...