આક્ષેપ:કેજરીવાલ અને માન પ્લેનમાં પૈસા લઈને આવે છે: ઈન્દ્રનીલનો દાવો

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

આમ આદમી પાર્ટી છોડીને ફરી વખત કોંગ્રેસમાં પ્રવેશ મેળવનાર રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એવો આક્ષેપ કર્યો હતો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતમાં આવે છે ત્યારે પ્લેનમાં પૈસા લઇને આવે છે. ઉપરાંત આપ પાર્ટીના ઉમેદવારની યાદીનું સેટિંગ કમલમમાંથી થાય છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. દરમિયાનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને રાષ્ટ્રીય પ્રવકત્તા પવન ખેરાએ દિલ્હીમાં યોજેલી પત્રકાર પરિષદ યોજી હતી.આ પત્રકાર પરિષદમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે, હું કોંગ્રેસમાં જોડાયા પછી એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, હું મુખ્યમંત્રીનો ફેસ બનવા માગતો હતો અને 15 વ્યકિત માટે ટીકીટ માગી હતી.

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, આપ પાર્ટી કોંગ્રેસને હરાવવા માટે ભાજપ સાથે સેટીંગ કરે છે. રાજ્યગુરુએ કહ્યું હતું કકે, દિલ્હીથી જીત્યા તેના પૈસા પંજાબમાં લગાવવામાં આવે છે અને પંજાબમાંથી જીત્યા તેના પૈસા ગુજરાતમાં લગાવવામાં આવે છે. પૈસા ગુજરાતમાં આવે છે, છતા સિવિલ એવીએશન દ્વારા તેને રોકવામાં આવતા નથી. આ તબક્કે પ્રભારી રઘુ શર્માએ એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, આપ પાર્ટીના પૈસા પ્લેનથી આવે છે તો તેને રસ્તો કોણ આપે છે ?

અન્ય સમાચારો પણ છે...