તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તહેવારોના દિવસોમાં સ્વચ્છતા ત્યાં પ્રભૂતાના મંત્રને સાકાર કરવા મહાનગરપાલિકા દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. શુક્રવારે નાગરિકોને સામેલ કરીને સ્વચ્છતાના વિચારને આગળ વધારવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતાની બાબતે જાગૃત સોસાયટી, રહેણાંક વિસ્તારોને બિરદાવવામાં આવ્યા હતા. નાની બાળકીઓ લક્ષ્મી દેવી તરીકે શણગાર સજીને ઢોલ નગારા અને પુષ્પવર્ષા વચ્ચે પસંદગીની સોસાયટીઓમાં પ્રવેશ્યા હતા. સેક્ટર-6 ભુવનેશ્વર સોસાયટી, સેક્ટર 20 નંદનવન સોસાયટી, સેક્ટર-23 વિરાટનગર સોસાયટી, સેક્ટર-28 કોલવાડા નગર સોસાયટી, સેક્ટર 29 જય શ્રી કૃષ્ણ પરિવાર સોસાયટીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સોસાયટીના પ્રમુખોને સ્વચ્છતા માટે બિરદાવીને પ્રમાણપત્રો અપાયા હતા. આ કાર્યક્રમ દ્વારા કોર્પોરેશને સંદેશ આપ્યો હતો કે, સ્વચ્છતાના વિચારમાં આપણા ઘર બહારના વિસ્તારને પણ આવરી લેવા જોઈએ. આપણા આડોશ-પડોશના વિસ્તારની સ્વચ્છતા માટે નાગરિકોની સામૂહિક જવાબદારી છે. ઉપરાંત આખા વર્ષ દરમિયાન જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી એ મહત્ત્વની બાબત છે જેથી લક્ષ્મીદેવીના આશીર્વાદ માત્ર દિવાળીના દિવસોમાં જ નહીં પરંતુ વર્ષ દરમિયાન વરસતા રહેશે.
બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ધનતેરસ નિમિત્તે કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે જન્મેલી 8 દીકરીઓનું કન્યા શક્તિ પુજન(લક્ષ્મી પુજન) કરાયું હતું. દીકરી જન્મને પ્રોત્સાહન આપવા તેમજ દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ દરેક દીકરીઓના પોષણના સ્તરમાં વધારો થાય તે ઉદ્દેશથી દીકરી જન્મોત્સવને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના સૌથી ઓછો કન્યા બાળ જાતિદર ધરાવતા 12 ગામો પૈકી બિલેશ્વરપુરા ગામમાં તાજેતરમાં જન્મેલી 8 દીકરીઓનું કન્યા શક્તિપૂજન કરાયું હતું. જેમાં દીકરી વધામણાં કીટ અને ચાંદીના સિક્કા દીકરીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. સાથે જ દીકરીઓના નામ પરથી નિવાસનું નામ રાખી સમાજમાં દીકરી જન્મને વધારવા એક નવતર પ્રયાસ હાથ ધરાયો હતો. બિલેશ્વરપુરાના સરપંચે કન્યા શક્તિ પૂજનમાં 8 દીકરીઓને રોકડ 1 હજાર આપી જન્મના વધામણાં કરાયા હતા. સમ્રગ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી એન. જે. ગામી, દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી હિનાબેન ચૌધરી, બિલેશ્વરપુરાના સરપંચ ગંભીરજી શનાજી ઠાકોર, આશાબેન CDPO કલોલ સહિત ગામના લોકો હાજર રહ્યાં હતા.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.