દહેગામ કૉંગ્રેસમાં ભડકો:કામિનીબા રાઠોડને ટિકિટ ન મળતા તેમના સમર્થકો રસ્તા પર ઉતર્યા, 'જગદીશ ઠાકોર હાય હાય'ના સૂત્રો પોકાર્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • દહેગામ બેઠક પર કૉંગ્રેસે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે

ગુજરાત કૉંગ્રેસે આજે તેમની અંતિમ 37 ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા જ માતર બાદ ગાંધીનગરના દહેગામમાં પણ આંતરિક અસંતોષ ખુલ્લીને બહાર આવ્યો છે. ગાંધીનગરની દહેગામ બેઠક પર વખતસિંહ ચૌહાણને કૉંગ્રેસે ટિકિટ આપતા પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડના ટેકેદારો નારાજ થયા અને રસ્તા પર ઉતર્યા હતા. કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

કામિનીબા રાઠોડે સતત ત્રીજી વખત ટિકિટ માગી હતી
દહેગામ બેઠક પર કામિનીબા રાઠોડની 2012માં જીત થઈ હતી.ત્યારબાદ 2017માં હારનો સામનો કરવો પડ્યો હતો. કામિનીબાએ 2022 વિધાનસભા ચૂંટણીમાં દહેગામ બેઠક પર દાવેદારી કરી હતી. જો કે, આજે કૉંગ્રેસે જાહેર કરેલી યાદીમાં વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા જ નારાજગીનો સૂર ઉઠ્યો હતો. કામિનીબા રાઠોડના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જગદીશ ઠાકોર હાય હાયના સૂત્રો પોકાર્યા હતા.

દહેગામ કૉંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ
દહેગામ કૉંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ
અન્ય સમાચારો પણ છે...