છેતરપિંડી:નોર્વે જવા માટે કલોલના યુવકે કંપનીના લેટરપેડ પર ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અનુભવના કંપનીના અધિકારીના સહી-સિક્કા કરી પ્રમાણપત્ર બનાવ્યા

જિલ્લામાંથી વિદેશ જવા ઇચ્છુક યુવક યુવતીઓની સંખ્યા વધતી જાય છે. યુવક યુવતીઓ જીવના જોખમે પણ વિદેશ જાય છે અને તેનુ પરિણામ ભોગવે છે. ત્યારે નોર્વે જવા માગતા યુવક દ્વારા શહેરના સેક્ટર 25માં આવેલી હિટાચી કંપનીમાં નોકરી કરી હોવાનું અનુભવનુ પ્રમાણપત્ર બનાવી દીધુ હતુ. પ્રમાણપત્રોનુ વેરીફિકેશન આવતા ભાંડો ફૂટ્યો હતો. જેને લઇ કંપનીના અધિકારી દ્વારા કલોલના યુવક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ કપિલ રણજીત બીજાની (રહે, તુલીપ બંગલો, થલતેજ, અમદાવાદ) ગાંધીનગર જીઆઇડીસીમા આવેલી હિટાચી હાયરલ પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લી.કંપનીમા સીએચઆરો તરીકે નોકરી કરે છે. જેમા કંપનીના વહિવટ, નિમપૂંક, તાલીમ, ઇજાફો અને વેરીફિકેશન જેવી કામગીરી કરવાની હોય છે. ત્યારે કંપનીના ઇમેઇલ ઉપર નોર્વે એમ્બેસીમાંથી એક મેઇલ આવ્યો હતો. જેમા નિમેશ શંકરભાઇ પટેલ (રહે, 19, રંગજ્યોત સોસાયટી, કલોલ)ના પ્રમાણપત્રોની એમ્પ્લોયમેન્ટ વેરીફિકેશનની જાણ કરી હતી.

ઇ મેઇલ સાથે ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. જેમા નિમણૂંક પત્ર, ઓળખપત્ર, નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર અને ભલામણપત્રનો સમાવેશ થતો હતો. આ બાબતની કંપનીમા તપાસ કરતા ક્યારેય નોકરી કરી નથી. તેમ છતા નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર નંબર સાથેનુ કંપનીના લેટરપેડ ઉપર બનાવ્યુ હતુ. લેટરપેડમા હોદ્દો અને સહિ પણ ખોટી કરવામા આવી હતી. ભલામણપત્ર, ઓળખકાર્ડમા સહિ સિક્કા કરવામા આવ્યા હતા અને નિમણૂંક પત્ર પણ ખોટો બનાવી દીધો હતો. તમામ પ્રમાણપત્રોની તપાસ કરતા 1 જૂન 2022થી 02 ઓગસ્ટ 2022 દરમિયાનની તારીખ નાખવામા આવી છે.

જેને લઇ કંપનીના અધિકારીએ કલોલના યુવક સામે ખોટા પ્રમાણપત્ર બનાવવા અને છેતરપિંડી કરવા બાબતની સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ.બી.ભરવાડે તપાસ હાથ ધરી હતી. વિદેશ જવાની ઘેલછામાં યુવકો કોઇપણ હદ પાર કરવા તૈયાર થાય છે. ત્યારે તાજેતરમાં જ કલોલના યુવકે વિદેશ જવાના ચક્કરમાં પોતાનોે જીવ ગુમાવ્યો હતો. તો થોડા સમય પહેલા ડિંગુચાના યુવાને પણ જીવ ગુમાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...