તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું 100 વર્ષની જૈફ વયે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. વડાપ્રધાનનાં માતા હીરાબાનાં નિધનથી દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેરે ગાંધીનગરના રાયસણ આવીને પીએમ મોદીનાં માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્તુતિ ગાઈને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વીડિઓ તેમણે ટ્વિટ પણ કર્યો છે.
કૈલાસ ખેરે વીડિયો ટ્વીટ કર્યો
વડાપ્રધાન મોદીનાં માતાજી હીરાબાનું નાદુરસ્ત તબિયતને કારણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તાજેતરમાં જ નિધન થયું હતું. દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, હસ્તીઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે ખ્યાતનામ ગાયક કૈલાશ ખેર પણ ગાંધીનગરના રાયસણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. જ્યાં સ્તુતિ દ્વારા કૈલાસ ખેરે હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. જે વીડિયો તેઓએ ટ્વીટર પર મૂક્યો છે.
સ્તુતિ ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું એકસો વર્ષની જૈફવયે અવસાન થતાં દેશી-વિદેશી ઉપરાંત ગુજરાતના વડનગર, ગાંધીનગરમાં લોકો શોકાતુર બન્યા હતા. ત્યારે જાણિતા સિંગર કૈલાશ ખેરે ગાંધીનગર રાયસણ આવીને હીરાબાને સ્તુતિ ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા
કૈલાશ ખેર હીરાબાના રાયસણ ખાતેના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે પરિવારની હાજરીમાં આગવી રીતે જ સ્તુતિ ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. કૈલાશ ખેરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પરમ પિતા પરમેશ્વરની દયા દૃષ્ટિ, ગુરુમહારાજની કૃપાથી આપણા પીએમ મોદીના પરિવાર સાથે મા હીરાબાને સ્તુતિ વંદન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા હીરાબા તો પંચતત્ત્વમાં વિલીન થઈને પણ સંસ્કાર સ્વરૂપિણી ભગીરથી બનીને પરિવારજનોમાં સ્થાપિત થઈ ગયાં. આજના પ્રારબ્ધને નમન.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.