તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kafaryu, Police Fines Will Now Be Levied Against Those Who Violate The Guideline; Crowds Arise Programs, Will Struck Police In Marriage Occasions

કડક પગલાં:કફર્યૂ, ગાઇડલાઇનના ભંગ કરનાર લોકો સામે હવે પોલીસ દંડો વિંઝશે; ટોળાં ભેગાં થાય તેવા કાર્યક્રમો, લગ્ન પ્રસંગોમાં પોલીસ ત્રાટકશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • RTPCR ટેસ્ટ ચેક કરવા 50 ઈન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરાઇ

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે હવે રાત્રિ કર્ફ્યુ અને કોરોના ગાઇડલાઇન હેઠળના પ્રતિબંધોનું સખ્ત પાલન કરાવવા માટે હવે ગુજરાત પોલિસ દંડો વીંઝશે. માસ્ક ન પહેરનારાં લોકો સામે, ટોળાં ભેગાં થાય તેવાં ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો, અનુમતિથી વધુ લોકો ધરાવતાં લગ્ન કે અંતિમવિધીના પ્રસંગો દરમિયાન આયોજકો ઉપરાંત જે-તે વિસ્તારના અને ગામના સરપંચ, પંચાયતના સભ્યો સહિતના જવાબદાર લોકો સામે પોલિસ આકરી કાર્યવાહી કરશે.

સૂત્રો અનુસાર ગુજરાતમાં કેસ પોઝિટીવી રેશિયો 9 ટકા આસપાસ છે, જેથી લોકડાઉન કરવાની જરૂર નથી. જ્યાં કેસોમાં વધારો થશે ત્યાં રાત્રિ કર્ફ્યુ લદાઇ શકે છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં 56,616 પોલીસ જવાનો, 89 SRPF કંપની, 13,361 હોમગાર્ડ જવાનો, 29,444 GRD જવાનો અને 7,620 ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત 1 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરાયાં છે. ગુજરાતમાં પ્રવેશતા લોકોના RTPCR ટેસ્ટ ચેક કરવા માટે 50 ઈન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરાઇ છે.

તેમણે કહ્યું કે રેમડેસિવિર ઈન્જેક્શનની સંગ્રહખોરી, કાળાબજારી અને નકલી ઈન્જેક્શન બનાવવાના 32 ગુન્હા નોંધાયા અને તેમાંના 103 પૈકી 92 આરોપીઓની ધરપકડ કરાઇ છે. અત્યાર સુધીમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતાં કુલ 12,563 પોલીસ અધિકારી-કર્મચારી અને એસ.આર.પી. જવાનો કોરોના સંક્રમિત થયા અને તેમાંથી 3,232 સારવાર હેઠળ છે. કુલ સ્ટાફના 86 % અધિકારીએ વેક્સિન લીધી છે. આ સાથે સંક્રમિત દર્દીઓને પ્લાઝમા ડોનેટની કામગીરી કરાઇ છે. આ માટે તેમણે 9 પોલિસ કર્મચારીઓનું સન્માન પણ કર્યુ હતું.

ભરૂચ અગ્નિકાંડની તપાસ માટે પંચ રચાયું
ગુજરાત સરકારે ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ ડી એ મહેતાના અધ્યક્ષ સ્થાને એક પંચની રચના કરી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે આ પંચ આગની ઘટનાના કારણો, જવાબદારી અને આગ રોકવા માટેના પગલાં અંગે અભ્યાસ કરી અહેવાલ આપશે.

અન્ય સમાચારો પણ છે...