તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગાર:માત્ર એક રજીસ્ટ્રેશન અને મેળવો સમગ્ર દેશભરમાં કોઈપણ જગ્યાએ રોજગારી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજીસ્ટ્રેશન થકી સમગ્ર દેશભરમાં કોઈપણ જગ્યાએ રોજગારીની વિપુલ તકો બેરોજગારોને પ્રાપ્ત થશે

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના રોજગારવાંછું નવયુવાનો માટે એક નવી નેશનલ કેરીયર સર્વિસ (ઓનલાઈન જોબ સર્ચ પોર્ટલ) સેવા શરુ કરવામાં આવી છે. જેનાં પગલે હવે માત્ર એક રજીસ્ટ્રેશન થકી સમગ્ર દેશભરમાં કોઈપણ જગ્યાએ રોજગારીની વિપુલ તકો બેરોજગારોને પ્રાપ્ત થઈ શકશે. આ સેવા દેશભરના રોજગારવાંચ્છું તથા નોકરીદાતાને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.

"લોકલ સર્વિસ પ્રોવાઇડર" તરીકે પોતાના નામની નોંધણી કરાવી શકે છે

આ પોર્ટલના માધ્યમથી ઉમેદવારને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રાષ્ટ્રિય કક્ષાએ રોજગાર લક્ષી સેવાઓ જેવી કે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે રોજગારીનો લાભ લઇ શકાય છે. સ્થાનિક સેવાઓ પૂરી પાડતા લોકો (પ્લમ્બર, ડ્રાઇવર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન કામદાર) "લોકલ સર્વિસ પ્રોવાઇડર" તરીકે પોતાના નામની નોંધણી કરાવી શકે છે. તેમજ રોજગાર, સ્વરોજગાર અને કારકિર્દી માર્ગદર્શન મેળવી શકે છે. તથા દેશભરમાં બહાર પડતી સરકારી જાહેરાતો અંગે માહિતી મેળવી શકાય છે.

જરૂરિયાત મુજબની બધીજ રોજગાર સેવાઓનો લાભ લઇ શકે છે

ઉમેદવાર પોતાની જરૂરિયાત મુજબની બધીજ રોજગાર સેવાઓનો લાભ લઇ શકે છે. JOB SEEKER રજીસ્ટ્રેશન ઓનલાઈન પોર્ટલ www.ncs.gov.in પર અથવા રોજગાર કચેરીની લીંક https://forms.gle/6nLKk1BeLT4WKfat7 પર પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તથા વધુ માહિતી માહિતી હેલ્પ લાઈન નંબર 63573 90390, ફેસબુક પેઈજ - www.facebook.com/mccgandhinagar.govt અથવા જિલ્લા રોજગાર વિનિમયની કચેરી, સહયોગ સંકુલ, પહેલો માળ,”સી” વિંગ સેકટર-11, ગાંધીનગરની રૂબરૂ મુલાકાત પણ લઇ શકો છો તેવું જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...