તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:સાસરીથી પિયરમાં જવાનુ કહી 28 વર્ષીય પરિણીતાએ જમિયતપુરાની કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરિણીતાની બે દીકરીઓ મા વિના થઈ
 • અડાલજ પોલીસે કેનાલ પર જઇ આગળની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગરના સરણાસણ ગામની 28 વર્ષીય પરિણીતાએ આજે સવારે પિયરમાં જવાનું કહી સાસરીમાંથી નીકળીને જમિયતપુરા નર્મદા કેનાલમાં જળ સમાધી લઈ જીવતર ટુંકાવી લીધું હતું. કોઈ કારણોસર કેનાલમાં પડતું મૂકનાર પરિણીતાના આપઘાતથી તેની એક પાંચ અને એક અઢી વર્ષીય દીકરીઓ માં વિનાની થઈ ગઈ છે. આ ઘટનાના પગલે અડાલજ પોલીસે કેનાલ પર દોડી જઈ પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગેની તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડભોડા ગામના રણજીતજી સોલંકીની 28 વર્ષીય દીકરી પલકના લગ્ન વર્ષ 2009માં રણાસણ ગામના કલ્પેશજી ઠાકોર સાથે થયા હતા. બાર વર્ષના લગ્ન જીવન દરમિયાન પરિણીતાએ બે દીકરીઓને જન્મ આપ્યો હતો.

આજે સવારના સમયે પરિણીતા પિયર જવાનું કહી સાસરીમાંથી નીકળી ગઈ હતી અને તેની બન્ને દીકરીઓ ઘરે જ હતી. ઘરેથી પરિણીતા નીકળી જતા તેનાં પતિ કલ્પેશ શોધખોળ કરવા નિકળ્યો હતો પરંતુ પરિણીતા ક્યાંય મળી નહીં આવતાં તેણે તેની સાસરીમાં પૂછપરછ કરી હતી.

સવારથી નીકળેલી દીકરી ઘરે નહીં પહોંચી હોવાથી પિયરીયાં ચિંતામાં આવી ગયાં હતાં અને તેઓ પણ તેને શોધવા માટે નીકળી ગયાં હતાં. તે દરમિયાન જમિયતપુરા નર્મદા કેનાલમાંથી અજાણી મહિલાની લાશ મળી હોવાનું માલુમ પડતાં સૌ કોઈ ત્યાં આવી પહોંચ્યા હતા. અને લાશ પરિણીતાની હોવાની ઓળખવિધિ થઇ હતી.

આ અંગે ઉવારસ આઉટ પોસ્ટ જમાદાર રતનલાલે જણાવ્યું હતું કે, હાલમાં મૃતકના પિયર પક્ષના કેનાલ પર આવ્યાં છે. જેમની પૂછપરછ ચાલુ છે. સવારે પરિણીતા સાસરીમાંથી નીકળીને કેનાલમાં આપઘાત કરી લીધો હતો. હાલમાં લાશનાં પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી ચાલુ છે. મૃતકના સાસરી પક્ષને પણ બોલાવવામાં આવ્યો છે પણ હજી સુધી કોઈ આવ્યું નથી. પિયર પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો