તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ગાંધીનગર કોર્ટમાં એક ન્યાયાધીશ સહિત ચારના કોરોના પોઝિટિવ આવતાં કોર્ટ પરિસરમાં ફફડાટ ફેલાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટના અન્ય ન્યાયાધીશ તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા

ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો બાદ ગાંધીનગર કોર્ટમાં પણ કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. ગાંધીનગર કોર્ટના બે વકીલોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે એક ન્યાયાધીશ અને એક સ્ટેનોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્ટ પરિસરમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા કોર્ટના અન્ય ન્યાયાધીશો તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવાયા છે.

ગાંધીનગર શહેર રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કોર્ટમાં પણ કોરોનાએ પગ પેસારો કરતા વકીલો સ્ટાફને ન્યાયાધીશોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. કોરોના કાળ દરમિયાન કોર્ટ બંધ કરી દેવાતા વકીલોની હાલત કફોડી બની જવા પામી હતી. એકાદ વર્ષથી કામકાજ ઠપ્પ થયા બાદ હજી કોર્ટ હમણાં જ ચાલુ થઈ છે. ત્યારે કોર્ટ ખુલતા વકીલોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી ત્યાં ફરી કોરોનાએ હાહાકાર મચાવતા ચિંતા પ્રસરી ગઇ છે.

ન્યાયાધીશો તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ
ન્યાયાધીશો તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ

ત્યાં કોર્ટમાં બે વકીલો બાદ એક ન્યાયાધીશને પણ કોરોનાએ ભરડામાં લઈ લેતા કોર્ટ બંધ કરવાની પરિસ્થિતિ ફરી નિર્માણ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગાંધીનગર કોર્ટમાં કોરોના કેસો સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટના ન્યાયાધીશોને તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું હાલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગ દરમિયાન અન્ય બે જજો પણ કોરોના પોઝિટિવ હોવાની વાત વકીલ આલમમાં વહેતી થઇ છે, પરંતુ આ બાબતે હજી ચોક્કસ પુષ્ટિ થઈ નથી. આ વખતે કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને એક ન્યાયાધીશ પોઝિટિવ હોવાની પુષ્ટી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો