તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગડાનું રેસ્ક્યૂ:ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાને પોતાના જીવના જોખમે મોબાઈલ ટાવર પર ફસાયેલા કાગડાનો જીવ બચાવ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં જીવના જોખમે ફાયરમેને સાત માળ ઉંચા મોબાઇલ ટાવરમાં ફસાયેલા કાગડાને બચાવ્યો
  • ટાવરમાં વીજ સપ્લાય ચાલુ હોય તો કોઈનો જીવ પણ જઈ શકે એમ લાગતું

ગાંધીનગરના ઝુંડાલમાં આવેલ સાત માળ ઉંચા મોબાઇલ ટાવરમાં ફસાઈને જીવન માટે તરફડિયા મારી રહેલા કાગડાને ગાંધીનગર ફાયર બ્રિગેડના ફાયરમેન જયેશ કોટવાલે જીવના જોખમે ટાવર ઉપર ચડીને બચાવી લઇ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી સમાજમાં દાખલો બેસાડ્યો છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં માનવીનાં જીવ પડી કે બંધાયેલા છે. કોરોનાનાં કહેરમાં લોકો ટપોટપ મરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાને એક કાગડાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને કાગડાને નવ જીવન આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ટાવરમાં કાગડો પાંખો ફફડાવી જીવ બચાવવાની કોશિશ કરતો હતો

અડાલજના ઝુંડાલ સર્કલ પાસે આવેલ બળીયાદેવ નગરમાં રહેતા જિતેન્દ્ર પ્રજાપતિએ તેમના ઘર પાસેના ટાવર પાસે આકાશમાં કેટલાય કાગડાઓનો એકસાથે અવાજ સાંભળ્યો હતો. જેથી તેમણે ટાવર નજીક જઈને જોયું તો ટાવરમાં એક કાગડો ફસાયેલી હાલતમાં હતો. અને તે પાંખો ફફડાવી પોતાનો જીવ બચાવવાની કોશિશ કરતો હતો. જેને બચાવવા માટે બીજા કાગડાઓ પણ મદદ માટે ટાવરની ચારેય તરફ ઉંડા ઊડ કરી રહ્યાં હતા.

ટાવરમાં વીજ સપ્લાય ચાલુ હોય તો કોઈનો જીવ પણ જઈ શકે

જીતેન પ્રજાપતિએ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેનાં પગલે ફાયર મેન જયેશ કોટવાલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં પહોંચતા જ સાત માળ ઉંચા ટાવરને જોઈ કાગડાને કેમનો બચાવો તેની ચર્ચા કરતા હતા. કેમકે ટાવરમાં વીજ સપ્લાય ચાલુ હોય તો કોઈનો જીવ પણ જઈ શકે એમ લાગતું હતું. બાદમાં પોતાનાં અધિકારી સાથે વાતચીત થયા બાદ ફાયર મેન જયેશ કોટવાલ સાત માળ ઉંચા ટાવર પર ચડવાની તૈયારી દર્શાવી હતી.

10 હજારના કોન્ટ્રાકટ પર નોકરી કરતા જયેશે પળનો પણ પોતાના જીવની પરવા કરી નહીં

ગાંધીનગર ફાયર વિભાગમાં માત્ર 10 હજારના કોન્ટ્રાકટ પર નોકરી કરતા જયેશે પળનો પણ પોતાના જીવની પરવા કર્યા વિના સાત માળ ઉંચા ટાવર પર એક કાગડાને બચાવવાની તૈયારી દર્શાવતા ફાયર અધિકારી મહેશ મોડ પણ બે ઘડી વિચારમાં પડી ગયા હતા.

બાદમાં જયેશ કોટવાલ કોઈપણ સેફ્ટી સાધનો વિના સટોસટ ટાવર પર ચડવાની શરૂઆત કરી દીધી હતી. આ જોઈ સ્થળ પર હાજર સૌ કોઈ જયેશ કોટવાલની જીવદયા કામગીરીને જોઈ મોંમાં આંગળાં નાખી ગયા હતા. બાદમાં ઘણી મહેનત બાદ ટાવરની ટોચ પર પહોંચી જયેશ કોટવાલે કાગડાનો જીવ બચાવી તેને ત્યાં ઊચે આકાશમાં જ છોડી મૂક્યો હતો.

સાપનું રેસ્ક્યૂ કરી રહેલા જચેશ કોટવાલ
સાપનું રેસ્ક્યૂ કરી રહેલા જચેશ કોટવાલ

જયેશ કોટવાલ હંમેશા રેસ્કયૂ ઓપરેશન માટે હોય છે તૈયાર
ગાંધીનગર ફાયર ઓફિસર મહેશ મોડે જણાવ્યું હતું કે જયેશ કોટવાલની ઉમર હજી માંડ 25 વર્ષની છે. જે થોડા સમયથી ફાયરમેન તરીકે અમારી સાથે જોડાયેલો છે. પરંતુ આટલા સમયથી કોઈ પણ પ્રકારના ફાયરનાં કોલ આવે તો જયેશ કોટવાલ સૌ પેહલા તેને એટેન્ડ કરવાની તૈયારી દર્શાવે છે. અત્યાર સુધી જયેશ દ્વારા ઘણા રેસ્કયુ ઓપરેશનમાં સરાહનીય કામગીરી જીવના જોખમે કરવામાં આવી છે. જે સાપ પકડવા, નદી તળાવ, કેનાલમાંથી લાશો કાઢવી, ઊંડા કૂવામાં ઉતરીને રેસ્કયુ સહિતની જોખમી કામગીરી જયેશ નિભાવી રહ્યો છે. જેની પશુ પક્ષીઓ પ્રત્યેની જીવદયા ખરેખર કાબિલે તારીફ છે.

અન્ય સમાચારો પણ છે...