ગાંધીનગરના કોલવડા ગામમાં ઘનશ્યામ પટેલની હત્યા પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં 15 વર્ષની પુત્રીએ પણ તેના પિતાનું કટરથી ગળું કાપ્યું હતું. જ્યારે પત્નીએ માથામાં પરાળ મારી હતી. ઠંડા કલેજે હત્યા કર્યા પછી માં દીકરી કલાકો સુધી લાશની પાસે જ બેસી રહ્યા હતા. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાશનાં કારણે હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે
પત્ની અને 15 વર્ષની દીકરી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો
ગાંધીનગરના કોલવડા ગામમાં આજે ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલની નિર્મમ હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ હત્યાને અંજામ આપનાર બીજું કોઈ નહીં પણ ઘનશ્યામ પટેલની ખુદની પત્ની અને 15 વર્ષની દીકરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગરમાં કોલવડાનાં જશુ પટેલ ભુતકાળમાં વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ હતો. માથાભારે શખ્સ તરીકે છાપ ધરાવતા જશું પટેલને બે નાના ભાઈ જગદીશ અને ઘનશ્યામ પટેલ હતા.
બે દાયકા અગાઉ ઘનશ્યામ પટેલ ગેરેજ ચલાવતો હતો
બે દાયકા અગાઉ ઘનશ્યામ પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયત નજીક ગેરેજ ચલાવતો હતો. પરંતુ તેના મોટા ભાઈ જશું પટેલે સલીમ અને દેવજી નામના બે મિત્રોને અંગત અદાવતમાં જીવતા ભૂંજી દેવાયા હતા. જે પછી જશું પટેલનું નામ માથાભારે ઈસમ તરીકે ગુંજતું થયું હતું. જશું પટેલથી લોકો ડરવા લાગ્યા હતા. અને અચાનક જ જશું પટેલ ડોન તરીકે ઉભરી આવતાં ત્રણેય ભાઈઓની રહેણીકરણીમાં મોટો બદલાવ આવી ગયો હતો.
17 વર્ષ અગાઉ રિશીતા એ ઘનશ્યામ પટેલ સાથે પ્રેમ લગ્ન કરેલાં
બાદમાં ઘનશ્યામએ ગેરેજ નો ધંધો બંધ કરી દઈ એટીકેટી થઈને ફરવા માંડ્યો હતો. ત્યારે કોલવડા ગામમાં એક દંપતી રહેવા આવ્યું હતું. એટલે કે રીશીતા અને તેનો પતિ ગોલી કોલવડામાં સ્થાયી થયા હતા. ગોલી મેળા ઓમાં બાઈકનાં ગજબનાં સ્ટંટ કરતો હતો. જેનાંથી પ્રભાવિત થઈને રીશીતાએ ગોલી સાથે લગ્ન કરી લીધા હતા. આ તરફ કોલવડા ગામમાં રહેવા આવતાં જ જશું પટેલનું નામ ગુંજતું હતું. અને ધીમે ધીમે ઘનશ્યામ સાથે તેની આંખો મળી ગઈ હતી. જેનાં પગલે આશરે 17 વર્ષ અગાઉ રિશીતા એ ઘનશ્યામ પટેલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.
જશુ પટેલની હત્યા થતાં જ પટેલ બધું ઓ નો સૂર્યાસ્ત થયો
આ લગ્ન જીવનથી રિશીતાને હાલમાં 15 વર્ષની દીકરી માહી પણ છે. લગ્ન પછી ઘનશ્યામ તેના પરિવાર સાથે સેકટર - 26 માં રહેવા ગયો હતો. બીજી તરફ મિર્જાપુર ના કુખ્યાત બસ્તી ખાન પઠાણે ગેંગવોરનાં કારણે સોપારી લઈને જશું પટેલની કુડાસણ માં હત્યા કરી દેવામાં આવતાં પટેલ બંધુઓનો સૂર્ય અસ્ત થઈ ગયો હતો. જો કે ઘનશ્યામ પટેલ દારૂ પીવાની ટેવ વાળો હોવાથી ઘરમાં વારંવાર ઝગડા થવા લાગ્યા હતા. તે તેની પત્ની પર વહેમ રાખીને મારઝૂડ કરતો હતો.
દોઢ મહિના અગાઉ રિશીતા રિસાઈને પિયર ગઈ હતી
આખરે સેકટર - 26 નું મકાન ભાડે આપીને કોલવડા રહેવા જતાં રહ્યાં હતાં. અહીં પણ દંપતી વચ્ચે ઘર કંકાસ ચાલુ રહ્યા હતા. અને દોઢ મહિના અગાઉ રિશીતા રિસાઈને તેના પિયર અમદાવાદ જતી રહી હતી. આ બાજુ ઘનશ્યામ એકલો પડતાં તેણે દારૂ પીવાનું બંધ કરી દીધું હતું. અને સમાધાન કરીને રિશીતા અને દીકરી માહીને પરત ઘરે અઠવાડિયા અગાઉ જ લઈ આવ્યો હતો.
માતાએ પરાળ મારી, દીકરીએ કટરથી ગળું કાપ્યું
જો કે ઘનશ્યામને રિશીતા વર્તણૂક શંકાસ્પદ લાગી રહી હતી જેના કારણે ફરી ઝગડા શરૂ થયા હતા. આજે ઘનશ્યામ ઘરમાં સૂઈ રહ્યો હતો એ દરમ્યાન રિશીતાએ લોખંડની પરાળ માથામાં ફટકારી હતી. જ્યારે 15 વર્ષની દીકરીએ ઠંડા ક્લેજે તેના પિતા ઘનશ્યામનું કટર વડે ગળું કાપી નાખ્યું હતું. અને ઘનશ્યામ તરફડિયાં મારીને મોતને ભેટયો હતો. આ દરમ્યાન મા-દીકરી ઘનશ્યામને તરફડિયાં મારતા જોઈ રહ્યા હતા.
હત્યા કર્યા પછી મા- દીકરી કલાકો સુધી લાશની પાસે જ બેસી રહ્યા
ઘનશ્યામની હત્યા કર્યા પછી કલાકો સુધી મા-દીકરી લાશ પાસે બેસી રહ્યા હતા. જ્યારે આખા ઘરમાં લોહીના છાંટા ઉડેલા હતા. બાદમાં રિશીતાએ તેના કાકા સસરાને ફોન કરીને બોલાવી લીધા હતા. ત્યારે બનાવની જાણ થતાં પેથાપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. આ અંગે પીએસઆઇ એમ એસ રાણાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ઘર કંકાસનાં કારણે મા- દીકરીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘનશ્યામ પટેલની લાશનું પોસ્ટમોર્ટમ અર્થે લાશ મોકલી આપવામાં આવી છે. મૃતકે કેફી પીણું હતું કે નહીં તે જાણવા વીશેરા લેવાયા છે. જ્યારે રિશીતાનું ઇનટ્રોગેશન ચાલી રહ્યું છે.
12 વર્ષ પહેલાં મૃતકના ભાઈ જશુ પટેલની હત્યા થઈ હતી
ગાંધીનગરમાં 12 વર્ષ પહેલાં મૃતક ઘનશ્યામ પટેલના ભાઈ જશુ પટેલની કુડાસણમાં આવેલા એક પાર્લર પર 8 સપ્ટેમ્બર, 2009એ છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. કુખ્યાત બસ્તી દાદા ઉર્ફે ઇસ્માઇલ અબ્દુલ ગફુર ખીલજી અને તેના 10 જેટલા સાગરીતોએ જશુ પટેલનું ઢીમ ઢાળી દીધું હતું.
હત્યા પહેલાં બેભાન કરાયા હોવાની શંકા
સવારે 11 વાગ્યાની આસપાસ થયેલી હત્યામાં આસપાસમાં કોઈએ મૃતકની બુમો સાંભળી નહોતી. આથી હત્યા પહેલાં મૃતકને બેભાન કરાયા હોવાની શંકા પોલીસને છે. હત્યાના પ્રાથમિક કારણમાં ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે સમગ્ર કેસમાં લગ્નેતર સંબંધો, સંપતિ સહિતની બાબતે પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. હત્યા પાછળ માતા-પુત્રીનો જ હાથ છે કે અન્ય કોઈએ મદદ કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
હત્યા બાદ કટર, દસ્તો ધોઈને કબાટમાં મૂકી દીધા હતા
પોલીસે માતા-પુત્રીનેકડકાઈથી પૂછતાં બંનેએ હત્યા કર્યાનું સ્વીકારી લીધું હતું, જેમાં છેલ્લા રૂમમાં આરામ કરતા પિતાને પુત્રીએ કટરના ઘા માર્યા હતા જ્યારે પત્નીએ દસ્તો માથામાં ફટકારી કટર અને દસ્તાને ધોઈને કબાટમાં મૂકી દીધા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.