ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:જામળાની 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, દીકરીને ત્રાસ મળતો હોવાના આક્ષેપ સાથે પિયરીયાંનો લાશ સ્વીકારવાનો ઈનકાર

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકનો ફાઈલ ફોટો - Divya Bhaskar
મૃતકનો ફાઈલ ફોટો
  • દીકરીને સાસરીમાં ત્રાસ સાસરીમાં મળતો હોવાનો આક્ષેપ કરી પિયરીયાંએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો
  • કલોલ તાલુકા પોલીસ મથકમાં દુષ્પ્રેરણનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી

કલોલ તાલુકાના જામળા ગામની 22 વર્ષીય પરિણીતાએ ગઈકાલે મંગળવારે રાત્રીના સમયે રૂમનો દરવાજો બંધ કરી પંખે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. માત્ર દોઢ વર્ષના લગ્ન જીવનનો પરિણીતાએ અંત લાવી દેતા નાયબ પોલીસ અધિક્ષક પી ડી મનવર દ્વારા દુષ્પ્રેરણનો ગુન્હો દાખલ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

પંખાએ દોરી બાંધીને જીવન લીલા સંકેલી લીધી
કલોલ તાલુકાના જામળા ગામની 22 વર્ષીય કોમલનાં દોઢેક વર્ષ અગાઉ 27 વર્ષીય સિદ્ધરાજસિંહ ચંદનસિંહ રાણા સાથે થયા હતા. ત્યારે ગઈકાલે રાત્રિના સમયે કોમલે કોઈ અગમ્ય કારણોસર રૂમનો દરજજો બંધ કરીને પંખાએ દોરી બાંધીને જીવન લીલા સંકેલી લીધી હતી. જેનાં કારણે પતિ સહિતના સાસરિયા ચોંકી ઉઠ્યા હતા.

પિયર પક્ષના લોકો પણ જામળા દોડી આવ્યા
આ બનાવના પગલે મૃતકના પતિ સિદ્ધરાજ સિંહે જાણ કરતા કલોલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને લાશનું પંચનામું કરી જરૃરી કાર્યવાહી શરૂ કરી હતી. તો બીજી તરફ પિયર પક્ષના પણ જામળા દોડી આવ્યા હતા. અને દીકરીને શારીરિક માનસિક ત્રાસ સાસરીમાં મળતો હોવાનો આક્ષેપ કરી એકસમયે લાશ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દેવાયો હતો.

દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ
જ્યારે લગ્ન ગાળો દોઢ વર્ષનો હોવાથી કલોલ નાયબ પોલીસ અધિક્ષક પી ડી મનવર પણ અડધી રાત્રે જામળા દોડી ગયા હતા. જેમની સમક્ષ પણ પિયર પક્ષના લોકોએ કોમલને દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પતિ સહિતના સાસરિયા સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેનાં હાલમાં કલોલ તાલુકા પોલીસ મથકમાં દુષ્પ્રેરણનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...