વિદ્યાર્થીઓ દ્વારા ખાસ અભિયાન:પ્લાસ્ટિકથી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતા ITIના વિદ્યાર્થીઓ, કચરો જાતે એકત્ર કરે છે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર તેમજ આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો જમા લેવાનું અભિયાન શરૂ કરાયું

પર્યાવરણને પ્લાસ્ટિકના કચરાથી બચાવવા માટે આઇઆઇટીના વિદ્યાર્થીઓએ ખાસ અભિયાન શરૂ કર્યું છે. પ્રાથમિક તબક્કે પાલજ અને બાસણની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની પાસેથી તેઓના ઘરે તેમ આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. જેને જોતા આગામી ભાવી પેઢીને પ્રદુષણ જ ભેટ મળશે તેવી શક્યતા રહેલી છે. ત્યારે ભાવિ પેઢીને જ અત્યારથી જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે નહીં અને પર્યાવરણને બચાવ થાય ઉપરાંત સમાજ અને પરિવારમાં પણ એક નવો સંદેશો મળે તે માટે પાલજની આઇઆઇટી સંસ્થાની ગ્રીન ઓફિસ સ્ટાફના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે.

જેના ભાગરૂપે છેલ્લા એક વર્ષથી બાસણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસેથી તેઓના ઘરે તેમજ ઘરની આસપાસ પડેલા પ્લાસ્ટિકના કચરાને શાળામાં જ એકત્રિત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહી છે. શાળામાં એકત્રિત થયેલો કચરાને વિદ્યાર્થીઓ સંસ્થામાં જમા કરાવે છે. ત્યારબાદ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા પ્લાસ્ટિકના કચરાને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવતી વનમાં જમા કરાવવામાં આવે છે.

મનપા દ્વારા પ્લાસ્ટિકના કચરાનો રાજ્ય સરકાર દ્વારા બનાવેલા નિયમો અનુસાર રિસાયકલ માટે મોકલી આપવામાં આવતો હોવાનું આઈ આઈ ટીના વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા બાસણ બાદ પાલજની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ પાસેથી પણ પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરાવવાનું અભિયાન શિક્ષક દિનથી શરૂ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશ ભાઇએ જણાવ્યું છે.

નુકસાનની જાણકારી આપી
આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા બાસણ બાદ પાલજની શાળાઓના વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણને કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે. ઉપરાંત જમીન ઉપર પ્લાસ્ટિકનું પડ થવાથી વરસાદી પાણી પણ ભૂગર્ભ નહીં ઉતારવાથી થતા નુકસાનની પણ જાણકારી વિદ્યાર્થીઓને આપી છે.

પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ લેવડાવ્યા
પ્લાસ્ટિકના કચરાથી થતા પર્યાવરણને નુકસાનની જાણકારી આપ્યા બાદ પ્લાસ્ટિકનો ઉપયોગ પોતે તેમજ પોતાના પરિવાર અને સગા સંબંધીઓને નહીં કરવા શપથ લેવડાવ્યા હતા અને આ અભિયાનને એક મુહીમ બનીને ચલાવવાનો વિદ્યાર્થીઓને પણ અપીલ કરી છે. ઉપરાંત વાલીઓ સાથે મીટીંગ કરીને પણ તેઓને જાણકારી આપી હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...