નાગરિકની અપીલ:‘ગામમાં દારૂની ભઠ્ઠીઓ બંધ થાય તો સારુ’, ભાજપના ગ્રૂપમાં મેસેજ પડ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોટેશ્વર ગામને દારૂની ભઠ્ઠીઓથી મુક્ત કરાવવા ભાજપના ગ્રૂપમાં નાગરિકની અપીલ. - Divya Bhaskar
કોટેશ્વર ગામને દારૂની ભઠ્ઠીઓથી મુક્ત કરાવવા ભાજપના ગ્રૂપમાં નાગરિકની અપીલ.
  • કોટેશ્વરના નાગરિકે ‘અમે સૌ ભાજપ’ વોટ્સએપ ગ્રુપમાં વ્યથા ઠાલવી

ગાંધીનગરમાં ભાટ, કોટેશ્વર, કરાઈ સહિતના અનેક વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની વાત નવી નથી. ત્યારે કોર્પોરેશન વિસ્તારના કોટેશ્વર ગામે દારૂની ભઠ્ઠીઓથી ત્રસ્ત નાગરિકે ભાજપના ગ્રૂપમાં મેસેજ નાખીને પગલાં લેવા અપીલ કરી હતી. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનના વોર્ડ નં-11માં આવેલા કોટેશ્વરના નાગરિકે ‘અમે સૌ ભાજપના’ ગ્રૂપમાં ફોટો સાથે મેસેજ નાખ્યા હતા. જેમાં કોટેશ્વર ગામમાં દેશીદારૂની ભઠ્ઠીઓની પ્રવૃતિ બંધ થાય તેવી વિનંતી કરવામાં આવી છે.

કોટેશ્વર સહિતના જિલ્લાના નદી કિનારા વિસ્તારોમાં અનેક સ્થળે દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય છે. પોલીસ દ્વારા કોઈક વાર કેસ કરીને સંતોષ માની લેવાય છે પરંતુ બીજા દિવસે સ્થિતિ જૈસે થે થઈ જતી હોય છે. દેશી દારૂની ગાળવાની સાથે જિલ્લાના મોટાભાગના ગામોમાં દેશીદારૂનું વેચાણ થતું હોય છે. દારૂનું વેચાણ કરનાર બેફામ બની દારૂનું વેચાણ કરી છે.ગામ તો ઠીક પરંતુ મનપા વિસ્તારમાં આવેલા સેક્ટર-15ના ફતેપુરા વિસ્તાર, ચરેડી, આદિવાડા સહિતના અનેક વિસ્તારમાં દેશી દારૂનો વેપલો થયો હોય છે. જેથી ગ્રામજનો દ્વારા ભાજપના ગ્રૂપમાં મેસેજ નાખી પગલા લેવા અપી કરી છે.

અન્ય સમાચારો પણ છે...