આદેશ:ખાનગી-સરકારી હોસ્પિટલ કે દવાખાનામાં રસી લીધી છે કે નહીં, તેની નોંધ કરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીની નોંધ માટે અલગથી સ્ટેમ્પ બનાવવા આદેશ

ખાનગી કે સરકારી હોસ્પિટલો અને દવાખાનામાં ઓપીડી અને આઇપીડી સારવાર લેવા આવતા દર્દીના કેસ ઉપર રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધાની નોંધ કરવા આરોગ્ય કમિશ્નરે આદેશ કર્યો છે. ઉપરાંત ખાનગી અને સરકારી હોસ્પિટલના સંચાલકોએ ખાસ સ્ટેમ્પ બનાવવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોરોનાની બીજી લહેરની ઘાતક અસરમાંથી હજુ સુધી લોકો બહાર આવ્યા નથી. ત્યારે કોરોનાની સભંવિત ત્રીજી લહેરની આગાહી આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ કરી હતી. જેને પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારે વેક્સિનેશન ઉપર વિશેષ ભાર મુકીને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં સઘન વેક્સિનેશનના ભાગરૂપે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

આથી હાલમાં સમગ્ર રાજ્યમાં કુલ 6.63 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. તેમાં પ્રથમ ડોઝ 4.38 કરોડ અને બીજો ડોઝ 2.24 કરોડથી વધુ લાભાર્થીઓને આપી દેવામાં આવ્યો છે. તેમ છતાં હજુ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં અમુક વ્યક્તિઓ રસી લીધી નથી. ત્યારે બાકી રહેલા લાભાર્થીઓને રસી આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા દરેક સરકારી કચેરીમાં મુલાકાતે આવતી વ્યક્તિએ રસી લીધી હોવાની નોંધ કરવાનો આદેશ કર્યો છે.

જિલ્લામાં પ્રથમ 1165925 અને 650140 લાભાર્થીએ બીજો ડોઝ લીધો
જિલ્લામાં સઘન વેક્સિનેશનના ભાગરૂપે કુલ-1414676 લાભાર્થીઓમાંથી પ્રથમ ડોઝ 1165925 અને બીજો ડોઝ 650140 લાભાર્થીઓએ લીધો છે. તેમાં મનપા વિસ્તારના કુલ 566930માંથી પ્રથમ 359143 અને બીજો 207787 જ્યારે ગ્રામ્ય વિસ્તારના કુલ 847746માંથી પ્રથમ 806782 અને બીજો ડોઝ 442353 લાભાર્થીઓએ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...