તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયમની સમસ્યા:ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છતમાંથી પાણી ટપકતું રહેતું હોવાથી ડોલો મૂકવાનો વખત આવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી - જુની બિલ્ડીંગ જર્જરિત થતાં પ્લાસ્ટર ઉખડી જવાની સાથે સળિયા દેખાવા લાગ્યા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ શરૂઆતથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. સિવિલ હોસ્પિટલની જુની બિલ્ડીંગ બિલ્ડીંગ જર્જરિત થઈ ચૂકી છે જ્યારે નવી બિલ્ડીંગમાં પણ છત માંથી પાણી ટપકી રહેવાના કારણે વોર્ડમાં ડોલો મૂકવાનો વખત આવ્યો છે.

ગાંધીનગર સિવિલના ઈમરજન્સી વિભાગનાં ત્રીજા માળેથી પ્લાસ્ટર ઉખડી જવા પામ્યું છે. બિલ્ડીંગની અંદર સળિયા દેખાવા લાગ્યા છે. તેમજ પાઈપ લાઈન પણ લીકેજ રહેતી હોઇ પાણી પડતું રહેતું હોય છે. જ્યારે સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગ કે જ્યાં કોરોનાના દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે, ત્યાં પણ વરસાદ આવતા પાણી લીકેજ થવાથી બેડ પર પાણી પડતું હોય છે.

નવી બિલ્ડિંગમાં જુદા-જુદા રૂમ અને પેશન્ટના વોર્ડમાં પાણી ટપકે છે. એડમિટ પેશન્ટના બેડ પર પાણી ટપકતું હોવાથી બેડ ખસેડી નીચે ડોલ મૂકવી પડે છે. વરસાદ પડ્યો ન હોવા છત્તાં અત્યારે પણ જે જગ્યાએ કોવિડ અને નોન કોવિડ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તેમના બેડની બાજુમાં જ ડોલ રાખી મૂકવી પડે છે.

ભુતકાળમાં જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ની લિફ્ટમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યાનાં વિડિઓ પણ વાઈરલ થયેલા ઉપરાંત વોર્ડમાં પાણી પણ ફરી વળ્યા હતા. જેનાં કારણે દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે સિવિલની સમસ્યાઓનો અંત આવી રહ્યો નથી. નવી બિલ્ડિંગના ભાગે ઉપરના સાતમા માળેથી લઈ પાંચમા માળ સુધી પાણી ટપકે છે.

જ્યારે પણ વરસાદ આવે ત્યારે પાણી સિલિંગમાંથી નીચે આવે છે. સિલિંગ પર વાયરિંગ કરવામાં આવ્યું છે, જેથી ક્યારેક શોર્ટ સર્કિટ થઈ આગ પણ લાગી લાગી ચૂકી છે . વરસાદના કારણે પાણી છેક સાતમાં માળથી પાંચમાં માળ સુધી નીચે સીલીંગમાંથી વરસાદ સમયે સતત ટપક્યાં જ કરે છે. સિવિલ તંત્ર ધ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી છે પણ સમસ્યાનો કાયમી ધોરણે અંત દેખાઈ રહ્યો નથી.

જૂની બિલ્ડિંગમાં ત્રીજા ફ્લોર પરથી બિલ્ડીંગનો ઉપરનો ભાગ જર્જરિત થઇ ગયો છે. ચોથા માળેથી પણ પેશન્ટ અને તેમના સગા વ્હાલાઓ અવર-જવર કરતા હોય છે. ત્યાં પણ ઉપરના ભાગનુ પ્લાસ્ટર એટલી હદ સુધી તૂટી ગયું છે, કે તેના સળિયા દેખાય છે. જો કે, સિવિલ હોસ્પિટલ દ્વારા નીચેના ભાગે પ્લાસ્ટર લગાવાયું છે. પરંતુ ઘણા ભાગમાં રીનોવેશન કરવાની જરૂર છે. ચોમાસામાં પાણી પડવાથી વધુ નુકશાન થવાની શક્યતા રહેલી છે. આવા સંજોગોમાં સિવિલ તંત્ર ધ્વારા સત્વરે સમસ્યાઓનું નિરાકરણ લાવવાની દર્દીઓ તેમજ સિવિલ સ્ટાફમાં માંગ ઉઠવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...